ગુનાખોરી ઘટાડવા રાત્રે 12 પછી દુકાનો બંધ?

અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટમાં પણ નિર્ણય લેવા તૈયારી અસામાજિક તત્ત્વો પર સકંજો કસવા તથા ચોરીના બનાવો, નશાની પ્રવૃત્તિ સહિતની વધી રહેલી ગુનાખોરીને ડામવાના…

અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટમાં પણ નિર્ણય લેવા તૈયારી

અસામાજિક તત્ત્વો પર સકંજો કસવા તથા ચોરીના બનાવો, નશાની પ્રવૃત્તિ સહિતની વધી રહેલી ગુનાખોરીને ડામવાના હેતુથી તેમજ ગુનાખોરી ઘટાડવા હવે મોડી રાત ખુલ્લી રહેતી દુકાનો બંધ કરાવવા પોલીસ વિચાર કરી રહી છે. અમદાવાદ,બરોડા અને સુરત પોલીસે તેનો અમલ શરૂૂ કર્યો છે.ત્યારે રાજકોટમાં પણ હવે આ મુદ્દે ટુક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. જેના માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા આગામી દિવસોમાં એક મહત્વની મીટીંગ બોલાવી અભિપ્રાય લીધા બાદ રાતના 12 વાગ્યા પછી દુકાનો બંધ કરાવવા અંગેનો નિર્ણય લેવાશે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે,કે થોડા વર્ષો પૂર્વે રાજ્ય સરકારે રાતના 12 પછી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતભરમાં હોટલો,મોલ-રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો 24 કલાક ખુલ્લી રાખવાના સરકારના નિર્ણયને લોકોએ આવકાર્યો હતો. રુપાણી સરકારના નિર્ણય બાદ શ્રમ અને રોજગાર વિભાગે આ માટે શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં ખાસ સુધારો કર્યો હતો. પરતું છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મોડી રાતે બનતા ગંભીર બનાવો અને વધતી જતી ગુનાખોરીને ધ્યાને લઇ હવે રાજય સરકાર આ બાબતે નવો નિર્ણય લઇ શકે છે. જોકે હાલ સરકાર દ્વારા ગુનેગારો ઉપર અંકુશ મેળવવા જે રીતે કામ કરી રહી છે.ત્યારે અમદાવાદ,બરોડા અને સુરત જેવા મોટા શહેરોમાં પોલીસ દ્વારા રાતે 12 પછી નોનવેજ સહિતની ન્યુસન્સ ફેલાવતી દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. મોટાભાગે મોડી રાતે નશાખોરો અને અસામાજિક તત્વો રાજમાર્ગ ઉપર રખડતા હોય છે. ત્યારે હવે આ મામલે પોલીસ પણ ગુનાખોરી ઘટાડવાના હેતુથી મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો બંધ કરાવવા નિર્ણય લઇ શકે છે.

શહેરમાં મોડી રાત્રે બનતા ચોરી, નશાખોરી, હુમલાના બનાવો તેમજ લુખ્ખા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવાના ઉદ્દેશથી હવે રાત્રે 12 વાગ્યા બાદ ચાની દુકાનો સહિતના તમામ વ્યવસાયોને બંધ કરવાનો અમલ પોલીસ કરાવશે. વધતી જતી ગુનાખોરીને લઇ જાગૃત નાગરિકો દ્વારા પણ રાતે 12 વાગ્યા પછી દુકાનો બંધ કરાવવાની માંગ કરી હતી. મોડી રાત્રે સક્રિય થતા લુખ્ખા તત્ત્વો સામે કડક પગલાં લેવાય, જે અનુસંધાને પોલીસે બંધનો નિર્ણય લઇ શકે છે. અમદાવાદ,બરોડા અને સુરત જેવા મોટા શહેરોમાં આ નિર્ણયનો અમલ થયા બાદ હવે રાજકોટમાં તેનો અમલ થાય તેના માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા આગામી દિવસોમાં એક મહત્વની મીટીંગ બોલાવી અભિપ્રાય લીધા બાદ રાતના 12 વાગ્યા પછી દુકાનો બંધ કરાવવા અંગેનો નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *