વાઘોડિયામાં વિદેશી વિદ્યાર્થી પર હુમલામાં એકનું મોત, 3 ગંભીર

વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ પાસે એક દરગાહ પાસે બુટ, ચંપલ પહેરીને આવવા મુદ્દે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પ્રકરણમાં પોલીસે બે સગીર સહિત…

વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ પાસે એક દરગાહ પાસે બુટ, ચંપલ પહેરીને આવવા મુદ્દે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પ્રકરણમાં પોલીસે બે સગીર સહિત સાતની અટકાયત કરી પાંચ શખ્સોના રિમાન્ડ મેળવ્યા હતાં. ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો થયો હતો. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણની સ્થિતિ હજુ ગંભીર છે.
પ્રાપ્ત માહિતી મુજબ લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કાર્ડિયોલોજી અને બીસીએમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા થાઇલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના ચાર વિદ્યાર્થીઓ ધુળેટીની સાંજે ઇન્ફિનિટિ હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતાં. તેઓ બુટ – ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલી એક દરગાહ નજીક જતાં, ત્યાં હાજર એક શખ્સે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો ? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો. પકડાયેલા આરોપીઓમાં મુખત્યાર મહંમદ રાજમહંમદ શેખ, રાજેશ શનાભાઇ વસાવા, રવિ વિદુરભાઇ વસાવા, સ્વરાજ શાંતિલાલ વસાવા, પ્રવિણ લલ્લુભાઇ વસાવાનો સમાવેશ થાય છે.

આ ઝઘડાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા અન્ય લોકો ભેગા થઇ ગયા હતા અને લાકડી, ક્રિકેટના બેટ જેવા મારક હથિયારોથી હુમલો કરતાં ત્રણ વિદ્યાર્થીઓ ત્યાંથી જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા હતા.

થાઇલેન્ડના વિદ્યાર્થી સુપાચ કાન્ગવાનરતનને વધુ ગંભીર ઇજા પહોંચી હતી, તેને સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે યુનિ.ના કર્મચારી આશુસીંગ ઉર્ફે અશોક નંદેસીંગ રાજપુતે અજાણ્યા શખ્સો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *