આકાશદીપ સોસાયટીના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી આકાશદીપ સોસાયટીમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.…

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી આકાશદીપ સોસાયટીમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આકાશદીપ સોસાયટીમાં રહેતા ચિરાગ મુકેશભાઈ મારડીયા (ઉ.29) એ કોઈ અગમ્ય કારણોસર છતના હુંકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં ભોમેશ્ર્વર વાડીમાં રહેતાં વિનીત સેમલાલ કુસ્વા નામનો બે વર્ષનો માસુમ બાળક રાત્રીના સમયે પિતા રસોઈ બનાવતાં હતાં ત્યારે રમતા રમતા ગરમ તેલને અડી જતાં દાઝી ગયો હતો. જ્યારે રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા સરોજબેન રતિલાલ ચુડાસમા નામના 50 વર્ષના પ્રૌઢા આસ્થા રેવન્યુમાં રસોઈ કામ કરવા ગયા હતાં ત્યારે અકસ્માતે ગરમ તેલ ઉડતાં દાઝયા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *