ડિસ પ્રસારણ, વાઇફાઇ સહિતના મંજૂરી વગર થાંભલાઓ પર અને રોડ ઉપરથી નીકળતા કેબલો દૂર કરવા તંત્રએ કાર્યવાહી હાથ ધરી
રાજકોટ શહેરમાં મુખ્ય માર્ગો તેમજ શેરી ગલ્લીઓમાં આવેલ સ્ટ્રીટ લાઇટના તેમજ જીઇબીના મુખ્ય પોલ ઉપરથી સેકડો ખાનગી કેબલો પ્રસાર થઇ રહ્યા છે. તેમજ મુખ્ય માર્ગો ઉપરથી પણ કેબલો પ્રસાર થતા હોય અનેક વખત કેબલો તૂટવાની ઘટનામાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેમાં તા.9 ડિસેમ્બરે એક વાહન ચાલક ખાનગી વાયરની અડફેટે આવી જતા ઇજાગ્રસ્ત થયેલ જેથી આ મુદ્દે મ્યુનિ.કિમશનર સહિતના ને લેખીત ફરિયાદ કરતા ગત તા.16ના રોજ મ્યુનિ.કમિશનરે જાહેરનામુ પ્રસિધ્ધ કરી ખાનગી કંપનીઓને તેમના વાયરોને દુર કરવા માટે સાત દિવસનો સમય આપેલ જે મુદત પૂર્ણ થતા ગઇકાલથી મનપાએ વાયરો હટાવાની ઝૂંબેશ શરૂ કરતા અનેક ઓફિસો, ઘરોમાં નેટ તેમજ વાઇફાઇ સહિતની કનેક્ટીવીટી ખોરવાઇ જતા દેકારો બોલી ગયો હતો.
મ્યુનિ. કમિશનરે તા.16ના રોજના જાહેરનામુ પ્રસિધ્ધ કરી ખાનગી કંપનીના ઓપરેટરોને જણાવેલ કે, રાજકોટ મહાનગર પાલિકાની પ્રિમાઈસીસ ઉપર લગાવેલા કેબલ નેટવર્કના વાયરો, બ્રોડબેન્ડ નેટવર્કના વાયરો, ટેલીવિઝનના વાયરો સહીત અન્ય કોઇપણ પ્રકારના વાયરો દિવસ-4માં દુર કરવા જે-તે એજન્સીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચના આપવામાં આવી છે. જો જે-તે એજન્સી દ્વારા દિવસ-4માં જાતે દુર નહી કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના તમામ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઈસીસ જેવી કે, શહેરમાં આવતા તમામ ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ, પોલ, હોર્ડીંગ્સ વિગેરે જેવી પ્રિમાઈસીસમાં જે-તે કેબલ નેટવર્ક એજન્સી, ટેલિવીઝન નેટવર્ક, બ્રોડબેન્ડ નેટવર્ક એજન્સીને દિવસ-4માં આ પ્રકારના વાયરો દુર કરી લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચના આપવામાં આવે છે. જો જે-તે એજન્સી દ્વારા દિવસ-4માં આ પ્રકારના વાયરો દુર કરવામાં નહી આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત ગઇકાલથી વાયરો દુર કરવાની કાર્યવાહી શરૂ કરતા લોકોમાં અને પ્રાઇવેટ કંપનીમાં દેકારો બોલી ગયો હતો અને આ મુદ્દે મનપમાં રજૂઆત કરતા તંત્રએ મંજૂરી વગર નાખેલા તમામ વાયરો હટાવવામાં આવશે તેવુ ચોખુ સંભાળવી દેતા આગામી દિવસોમાં આ મુદ્દે નવો નિયમ અમલમાં આવશે. તેમ લાગી રહ્યુ છે.
કંપનીઓએ મંજૂરી ન લેતા લોકો મુશ્કેલીમાં !
શહેરમાં વાઇફાઇ તેમજ ડિસ કનેકશનના વાયરો શહેર ભરમાં પથરાયેલા છે. જેનો ઉપયોગ દરેક ઘરમાં થઇ રહ્યો છે. કંપીનોઓ દ્વારા નિયમો મુજબ તમામ પ્રકારની ફી ગ્રાહકો પાસેથી વસુલવામાં આવી રહી છે. પરંતુ વાયર બીછાવવા માટે નિયમોનો ઉલાળીયો કરાતો હોવાનો ફરી એક વખત ખુલ્વા પામ્યુ છે. ગઇકાલે તંત્ર દ્વારા કેલબ હટાવવાની કામગીરી કરાતા અમુક લોકોએ આ મુદ્દે મનપામાં રજૂઆત કરતા તત્રએ જણાવેલ કે, નિયમ મુજબ કોઇ પણ પ્રોપટી ઉપરથી અથવા રોડ ઉપરથી કેબલ પ્રસાર કરવાનો હોય તેના માટે મંજૂરી મેળવવી ફરજિયાત છે. તેવી જ રીતે વીજ વાયર પ્રસાર થતા હોય તેવા પોલ ઉપરથી કેબલ પ્રસાર કરવા ઉપર પ્રતિબંધ છે. છતા મોટાભાગની કંપનીઓ પોતાના કેબલો બીછાવવા માટે તંત્ર પાસેથી આજ સુધી મંજૂરી મેળવી નથી અને ફકત પૈસા કમાવવામાં રસ લીધો છે. જેના લીધે ગઇકાલની કાર્યવાહથી ફી ભરેલ હોવા છતા અનેક ગ્રાહકોનું કેબલ કનેકશન બંધ થતા તેમજ વાઇફાઇ બંધ થતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેના માટે ફકત કંપની જ જવાબદાર છે.
