પૂર્વ રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેનો હવે તો રાજકોટને આપો : ચેમ્બર

દુરન્તો એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત પણ માત્ર કાગળ ઉપર   રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રીના ઉપપ્રમુખ અને ZRUCC મેમ્બર પાર્થભાઈ ગણાત્રા દ્વારા વેસ્ટર્ન…

દુરન્તો એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત પણ માત્ર કાગળ ઉપર

 

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રીના ઉપપ્રમુખ અને ZRUCC મેમ્બર પાર્થભાઈ ગણાત્રા દ્વારા વેસ્ટર્ન રેલ્વેની ઝોનલ રેલ્વે યુઝર્સ ક્ધસલટેટીવ કમિટી (ZRUCC) ની મુંબઈ ખાતે તા. 17-02-2026 ના રોજ મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર પ્રદિપ કુમારને નીચે મુજબના વિવિધ પશ્નો-સુચનો ધ્યાને મુકીને તેનું તાત્કાલીક નિરાકરણ લાવવા માટે 2જુઆત કરવામાં આવેલ.

તેમની રજૂઆત મુજબ તેજસ એકસપ્રેસ (નં.09009) સાંજે 6:30 વાગ્યે જ ચાલતી હતી અને તેને બ્લોક મેઈન્ટેનન્સની સમસ્યા નડતી ન હતી. તેથી સૌરાષ્ટ્ર મેઈલનો તેનો મુળભુત સમય સાંજે 6:30 વાગ્યનો તાત્કાલીક કરી આપવો અગાઉ રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા અમદાવાદથી ઉપડતી વિવિધ = ટ્રેનો (1) Train No.19421/22 Ahmedabad- Patna Exp. (2) Train No.22967/68.Ahmedabad- Prayagraj Exp. (3) Train no. 19413/14 Ahmedabad – Kolkata Exp. (4) Train No.11049/50 Ahmedabad -Kolhapur Exp. (5) Train No.22137/38 Nagpur-Ahmedabad Exp. (6) Train No.12917/18 Ahmedabad-Hazrat Nizamuddin Gujarat Sampark Kranti Exp ને રાજકોટ સુધી લંબાવવા માટે જાહેરાત કરવામાં આવેલ હતી 5રંતુ હજુ સુધી આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ નથી. તો આ તમામ 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા માંગણી કરી છે.

આ ઉપરાંત અમદાવાદ-પુના-અમદાવાદ દુરન્તો એક્સપ્રેસને 2ાજકોટ સુધી લંબાવવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ હજુ સુધી આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ નથી.
તો આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી. રાજકોટ-હરિદ્વાર માટેની ઉતરાંચલ એક્સપ્રેસ અઠવાડીયામાં માત્ર શુક્રવારે જ ઉપડે છે.

મુસાકારોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી ઉતરાંચલ એક્સપ્રેસ ટ્રેનને અઠવાડીયામાં ત્રણ વખત શરૂૂ કરવા અને હરિદ્વાર મેઈલને રાજકોટ સુધી તાત્કાલીક લંબાવવા રજૂઆત કરી છે.

દ્વારકા અને અયોધ્યા અત્યંત ધાર્મિક અને ઐતીહાસીક મહત્વ ધરાવતા શહેરોહોય આ બન્ને શહેરો વચ્ચે કોઈપણ ડાયરેકટ ટ્રેન ઉપલબ્ધ નથી. તેથી ઓખા-અયોલ્યા-ઓખા વાયા મથુરા સપ્તાહમાં બે વખત ન્યૂ સુપર ફાસ્ટ ટ્રેન શરૂ કરવા ઉપરાંત સમગ્ર પ્રવાસીઓની જરૂૂરીયાતને ધ્યાનમાં રાખી રાજકોટ-મુંબઈ- રાજકોટ માટે વંદે ભારત સ્લીપર ટ્રેન વહેલીતકે શરૂ કરવા માંણી કરી છે.

રાજકોટ-સૌ રાષ્ટ્રના મુસાફ રોની સુવિધા માટે મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરન્તો એકસપ્રેસને બોરીવલી ખાતે સ્ટોપ આપવો. આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની રજુઆતને ધ્યાનમાં લઈ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર પ્રદિપ કુમા2એ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *