રાજકોટ શહેરમાં આવેલા રેલ નગર શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા પરિણીતાએ ઝનાના હોસ્પિટલમાં ઓઆરએસને બદલે ભૂલથી વાસણ ધોવાનું લિક્વિડ તા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.આ ઘટના પોલીસે મહિલાનો નિવેદન લેવા તજવીજ શરૂૂ કરી હતી.
વધુ વિગતો મુજબ,રેલનગરમાં આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા વૈશાલીબેન ચિરાગભાઈ વડેરા નામના 27 વર્ષના પરિણીતા ગઈકાલે રાત્રિના સમયે ઝનાના હોસ્પિટલમાં હતા ત્યારે ઓઆરએસને બદલે ભૂલથી વાસણો ધોવાનું જતા તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે.પરિવારમાંથી વિગતો જાણવા મળી હતી કે તેમની દોઢ વર્ષની પુત્રીને ઝાડા ઉલટી થતા તેણીને જનાના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.ત્યાં તેઓ પણ સાથે હતા.તેમના પતિ નોકરી કરે છે.
