ધોરાજીમાં નામચીન મહિલા સંચાલિત જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ

એલસીબીનો દરોડો, રૂપિયા 18 હજારની રોકડ સહિત 28 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીમાં પોલીસે નામચીન મહિલાના ઘરમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી જુગાર રમતી મહિલા…

એલસીબીનો દરોડો, રૂપિયા 18 હજારની રોકડ સહિત 28 હજારનો મુદ્દામાલ કબજે

ધોરાજીમાં પોલીસે નામચીન મહિલાના ઘરમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી જુગાર રમતી મહિલા સહિત પાંચની ધરપકડ કરી 18 હજારની રોકડ સહિત 28 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી વિગતો મુજબ, એલસીબીને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ધોરાજીમાં વોંકળાના કાંઠે બારોટ શેરીમાં દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન નામચીન મહિલા ફાતીમા યાસીન ભાડેલીયાના ઘરમાં જુગાર રમતાં ફાતિમા તેમજ તેની સાથેના અમીત ઓસમાણ મકરાણી, યાસ્મીનબેન જાહીરભાઈ પઠાણ, ઈબ્રાહીમ ઓસમાણ પઠાણ તેમજ યુસુફ મુસાભાઈ ખેભરની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે રૂા.18 હજારની રોકડ તથા મોબાઈલ અને વાહનો મળી કુલ રૂા.28000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ફાતીમા છેલ્લા ઘણા વખતથી પોતાના ઘરમાં જ જુગાર કલબ ચલાવતી હતી અને નાલ ઉઘરાવી આ જુગાર કલબનું સંચાલન કરતી હતી. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *