શિવપરાનો નામચીન પેડલર રૂા.42 હજારના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયો

શહેરમાં માદકપર્દાથની હેરાફેરી અટકાવવાના એસઓજીના અભિયાન દરમિયાન રૈયા રોડ પર શિવપરામાં રહેતા નામચીન પેડલરને એસઓજીની ટીમે રૂ.4ર હજારના 14.100 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો…

શહેરમાં માદકપર્દાથની હેરાફેરી અટકાવવાના એસઓજીના અભિયાન દરમિયાન રૈયા રોડ પર શિવપરામાં રહેતા નામચીન પેડલરને એસઓજીની ટીમે રૂ.4ર હજારના 14.100 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ પેડલર દસ દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવી રાજસ્થાનના પ્રતાપગઢમાંથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હોવાનું ખુલ્યું છે.

એસ.ઓ.જી. પી.આઈ એન.બી.ચૌધરી ના માર્ગદર્શનળ હેઠળ પીએસઆઈ એમ.વી. જાડેજાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ ઇન્દ્રજીતસિંહ અને દિગ્વીજયસિંહની સંયુકત બાતમી આધારે શહેરના રૈયારોડ શિવપરા શેરી નંબર 5, દરજીની વાડી સામે કનૈયા ચોક પાસે રહેતા નામચીન પેડલર ઈરફાન ઉર્ફે રોમીયો હનીફ ચાનીયાને ત્યાં દરોડો પાડી તપાસ કરતા મકાનમાંથી રૂા.42 હજારની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં ઈરફાન અગાઉ કુવાડવા અને ગાંધીગ્રામ ડ્રગ્સની હેરાફેરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોય તેમજ 9 માસ ડ્રગ્સના ગુનામાં જેલમા હતો અને દસ દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવી રાજસ્થાનના પ્રતાપગઢમાંથી ડ્રગ્સનો જથ્થો લેવા ગયો હતો અને રવિવારે રાજકોટ આવી છુટક પડીકીઓ બનાવી વેચવાનો હોય તે પહેલા જ પોલીસે દરોડો પાડી પકડી લીધો હોવાનું બહાર આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ, રોકડ સહિત રૂ.47,500ની મતા કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસીયાની સુચનાથી એસ.ઓ.જી. શાખા ના પી.આઈ એન.બી.ચૌધરી, પીએસઆઈ એમ.વી. જાડેજા, એ.એસ.આઇ ઇન્દ્રજીતસિંહ ગુલાબસિંહ, ફીરોજભાઇ હનીફભાઇ, અરૂણભાઇ લક્ષ્મણભાઇ, વિરેન્દ્રસિંહ વનરાજસિંહ, દિગ્વીજયસિંહ કીરીટસિંહ, હાર્દીકસિંહ જગતસિંહ, યોગેન્દ્રસિંહ રઘુવીરસિંહ તથા ડ્રાઇવર પો.કોન્સ. નિર્મળસિંહ જયેન્દ્રસિંહ, નરેશભાઇ વનરાજભાઇએ કામગીરી કરી હતી. પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીએ અભિપ્રાય આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *