જંગલેશ્ર્વરમાં સ્કૂટી હટાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર કુહાડીથી હુમલો

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં માતા-પુત્ર બાઇક પર કામે જતા હતા ત્યારે અજાણયા શખ્સે સ્કૂટી આડુ નાખતા તેેને સ્કૂટી હટાવવાનુ કહેતા માતા-પુત્ર ઉપર કુહાડી વડે હુમલો કરી…

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં માતા-પુત્ર બાઇક પર કામે જતા હતા ત્યારે અજાણયા શખ્સે સ્કૂટી આડુ નાખતા તેેને સ્કૂટી હટાવવાનુ કહેતા માતા-પુત્ર ઉપર કુહાડી વડે હુમલો કરી માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં માતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્ર્વર શેરી નં.18માં રહેતા રેખાબેન રામચંદ્ર શાહુ (ઉ.વ.60) નામના મહિલા આજે સવારે તેના પુત્ર શૈલેન્દ્ર (ઉ.વ.30)ના બાઇક પર બેસી માતા-પુત્ર કામે જતા હતા દરમ્યાન રસ્તામાં અજાણયા સ્કૂટીના ચાલકે બાઇક આડે સ્કૂટી નાખતા તેણે સ્કૂટી હટાવવાનુ કહ્યુ હતુ. જેથી સ્કૂટીના ચાલકે ઉશ્કેરાઇ જઇ માતા-પુત્ર ઉપર કુહાડી વડે હુમલો કરી માર મારતા બંન્નેને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *