રાજકોટની એક મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બેડી વાછકપરના નામચીન શખ્સને શહેર એસઓજીની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ સાથે પકડી લીધો છે. આ શખ્સ વિરૂૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમાં દૂષ્કર્મ અપહરણની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.
એસઓજીની ટીમના એએસઆઇ રાજેશભાઇ બાળા અને હેડકોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં દુષ્કર્મ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળના ગુનામાં સામેલ બેડી વાછકપરનો હરેશ ઉર્ફ ભુરો મોતીભાઇ જાદવ (ઉ.વ.30) બેડી નજીક આવ્યો છે અને તેની પાસે ગેરકાયદે હથીયાર છે.
આ બાતમી પરથી હરેશની ધરપકડ કરી તલાસી લેતાં રૂૂા. 10 હજારની દેશી પિસ્તોલ, 3 જીવતા કાર્ટીસ અને એક ફુટેલો કાર્ટીસ મળ્યા હતાં. પોલીસે હથીયાર ઉપરાંત જીજે03એનએમ-3276 નંબરનું ટુવ્હીલર પણ કબ્જે કર્યુ હતું. દૂષ્કર્મના બનાવ અંગે નોંધાયેલી ફરિયાદ માં રાજકોટમાં રહેતી 38 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં મુજબ વાછકપર બેડીગામના હરેશ મોતી જાદવે પાંચેક વર્ષ પહેલા તેની રિક્ષામા ઘરે મુકવા આવી ઓળખાણ કરી મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.
જે બાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. ત્રણેક વર્ષ પહેલા હરેશનો જન્મદિવસ હોય જેથી તેના ઘરે વાછકપર બેડી ગામે બોલાવી મહિલાને પરાણે કેફી પીણુ પીવડાવી તેણી સાથે પરાણે શરીર સબંધ બાંધેલ હતો. જેથી મહિલાએ આરોપી સાથે સબંધ તોડી નાખેલ હતો. ત્યાર બાદ ત્રણ વખત બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો. બાદમાં તરછોડી આરોપી નાસી છૂટયો હતો. તેને ગાંધીગ્રામ પોલીસ શોધતી હતી ત્યારે એસઓજીની ટીમને બાતમી મળતાં પકડી લીધો હતો. હરેશ ઉર્ફ ભુરા વિરૂૂધ્ધ અગાઉ દારૂૂ, મારામારી સહિત 9 ગુનાઓ કુવાડવા રોડ પોલીસમાં નોંધાઇ ચુક્યા હતાં.
