આટકોટમાં રૂા.4.24 લાખના ગાંજાના જથ્થા સાથે નામચીન શખ્સ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, સપ્લાયરની શોધખોળ આટકોટ ભાવનગર હાઈવે પરથી એસઓજીએ રૂૂા.4.24 લાખનાં ગાંજા સાથે આટકોટની રૂૂપારેલીયા શેરીમાં રહેતાં ઘનશ્યામ હર્ષદભાઈ જોશીને…

રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, સપ્લાયરની શોધખોળ

આટકોટ ભાવનગર હાઈવે પરથી એસઓજીએ રૂૂા.4.24 લાખનાં ગાંજા સાથે આટકોટની રૂૂપારેલીયા શેરીમાં રહેતાં ઘનશ્યામ હર્ષદભાઈ જોશીને ઝડપી લઈ સપ્લાયરને ઝડપી લેવા તજવીજ શરૂૂ કરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે SAY NO TO DRUGS મુહિમ ચલાવવામાં આવી રહી છે. આ મુહિમ અંતર્ગત એસ.ઓ.જી. શાખાને મોટી સફળતા મળી છે.

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂૂ. 4.24 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઘનશ્યામ હર્ષદભાઈ જોશીની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીએ 8.495 કિ.ગ્રા. ગાંજો અને એક મોબાઈલ ફોન સહિત રૂૂા.4.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી ઘનશ્યામ સામે દારૂૂના બે ગુના નોંધાયા છે. તે છેલ્લા ઘણાં સમયથી ગાંજાનો વેપલો કરતો હોવાની શક્યતા એસઓજીએ દર્શાવી છે. તેના સુત્રોએ જણાવ્યું કે, આરોપી ઘનશ્યામ એકલવાયું જીવન જીવે છે. તેની આગળ-પાછળ કોઈ નથી. પોતે પણ ગાંજાનો બંધાણી છે. અગાઉ દારૂૂ વેચતો હતો. ત્યાર પછી ગાંજો વેચવાના રવાડે ચડી ગયો હતો. તેની પૂછપરછનાં આધારે સપ્લાયરને ઝડપી લેવા માટે તજવીજ થઈ રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી અગાઉ પણ વર્ષ 2021 અને 2025માં આટકોટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલો છે.

રાજકોટ ગ્રામ્ય એસઓજીના પી.આઈ એફ.એ.પારગી સાથે પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂૂપકભાઇ બોહરા, ચંદુભાઇ પલાળિયા, પાલસિંહ જાડેજા, નૈમિષભાઇ મહેતા, વિજયભાઇ વેગડ,પિયુષભાઇ અઘેરા, પ્રુથ્વિરાજસિંહ ડોડિયા, વિજયગિરી ગોસ્વામી, તથા ડ્રાઇવર નરસિંહભાઇ બાવળીયા , નવદિપ બાબરીયાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *