3 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે,GCASની ખામીઓ સુધારવા શિક્ષણ વિભાગ કાર્યરત
સામાન્ય રીતે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવે ત્યારબાદ વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન માટે તૈયારી કરતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથીGCAS પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયાને લઇ વિદ્યાર્થીઓ પરેશાન હતા. જેને ધ્યાને રાખી ઉચ્ચ શિક્ષણ વિભાગGCASની ક્ષતિઓ દૂર કરવા જાગ્યું છે. આ વખતે ધોરણ 12ના પરિણામ પૂર્વે જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂૂ થશે. આ વખતે 3 રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે. જે સમાન્ય રીતે ગયા વર્ષે 33 રાઉન્ડ એડમિશન પ્રક્રિયા લંબાવી પડી હતી.
રાજ્યમાં સરકારી યુનિવર્સિટીમાં અને તેની સંલગ્ન કોલેજોમાં એક જ પ્લેટફોર્મ પરથી એટલે કે GCAS પોર્ટલ પરથી જ પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે પરંતુGCAS ની ખામીઓ જગ જાહેર છે તેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાના પણ દાખલા છે. તેવામાં આ વખતેGCAS પ્રવેશ પ્રક્રિયાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે.GCAS માં રહેતી ક્ષતિઓ દૂર કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગ જાગ્યું છે. જે મામલે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટીમાં અને કોલેજોમાં પ્રવેશ માટે પડતી મુશ્કેલીઓ દૂર કરવા બેઠકમાં છણાવટ કરવામાં આવી.
સાથે જ આ વખતે ધોરણ 12ના પરિણામ પૂર્વે જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂૂ થશે. આ વખતે ત્રણ રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે. ગત વખતે 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી. આ વખતે જે વિદ્યાર્થીને પ્રવેશ મળે તેણ પ્રવેશ મળ્યાનું ક્ધફર્મેશન આપવું પડશે. છેલ્લા બે વર્ષથી પ્રવેશ કાર્યમાં થઈ રહેલા વિલંબ ને અટકાવવાનો પ્રયાસ આ પ્રવેશ પ્રક્રિયામાં કરાશે. મહત્વનું છે કે,GCASના પોર્ટલ પરથી એક જગ્યાએથી કોલેજોમાં પ્રવેશ ફળવાતા સમયે અનેક ભૂલો સામે આવતી હતી. હાલમાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ગત વર્ષે 1 લાખ લોકો પ્રવેશથી વંચિત રહી ગયાનો આક્ષેપ કર્યો હતો. જેથી આ વખતે ABVP એ પણ અત્યારથી જ વિરોધ કરવાનું શરૂૂ કર્યું હતુ.
