કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર-2026નો રાજ્ય સ્વાગત ગુરૂૂવાર, તા.24મી સપ્ટેમ્બરે યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર-2026નો રાજ્ય સ્વાગત ગુરૂૂવાર, તા.24મી સપ્ટેમ્બરે યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

નાગરિકો આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂૂવાર, તા.24મી સપ્ટેમ્બરના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *