કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપી કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે રહેતા શખસને નાસતા ફરતા સ્કોવર્ડ ઝોન-2 ની ટીમે ઝડપી લીધો હતો. નાસતા ફરતા સ્કોવર્ડ ઝોન-2 ના પીએસઆઇ આર.આર.કોઠીયા અને એલસીબી ઝોન-2 ના ઇન્ચાર્જ પીએસઆઇ જે.વી.ગોહિલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે નાસતા ફરતા આરોપી સુરેશ કેશુભાઇ ઉકેડીયા(ઉ.વ 25 રહ. કટારીયા ચોકડી લક્ષ્મીના ઢોરા પાસે મફતીયાપરા,રાજકોટ) ને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સામે રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ- મારામારીના ત્રણ ગુના નોંધાયા હોય જેમાં તે નાસતો ફરતો હતો.આરોપી સુરેશ સામે ગાંધીગ્રામ,પ્ર.નગર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના 10 ગુના નોંધાઇ ચૂકયા છે.આ કામગીરીમાં એએસઆઇ રાજેશભાઇ મિયાત્રા, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નીમાવત, અનીલભાઇ જીલરીયા, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાઘીયા, શકિતસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. અમીનભાઇ ભલુર,પ્રશાંતભાઇ ગજેરા અને કુલદીપસિંહ રાણા સાથે રહ્યા હતાં.
