ચોટીલાનાં કાળાસર ગામતળનાં દબાણ દૂર કરવા નોટિસ

ચોટીલાનાં કાળાસર ગામે ગામતળ અને સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા માટે તંત્ર એ કમર કસી છે. અને દબાણકર્તાઓને નોટીસ ફટકારી અને દબાણ દૂર કરવા…

ચોટીલાનાં કાળાસર ગામે ગામતળ અને સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા માટે તંત્ર એ કમર કસી છે. અને દબાણકર્તાઓને નોટીસ ફટકારી અને દબાણ દૂર કરવા તાકીદ કરી છે. નહીં તો આવનાર દિવસોમાં તંત્ર કડક કાર્યવાહી કરશે તેવા એંધાણ આપતા દબાણ કરનાર તત્વોમા ફફડાટ ફેલાયો છે.કાળાસર ગામના અનુજાતિ સમુદાયોના રહેણાંક હેતુ 100 ચો.વાર ઘરથાળ પ્લોટ ફાળવી આપવા વર્ષ 2008 થી માંગણી કરલે છે.

ગ્રામ પંચાયત દ્વારા અનુજાતિ સમુદાયના લોકોને જમીન ફાળવી આપવા બાબતે પંચાયતના સરપંચ, ઉપસરપંચ દ્વારા ઘણીવાર રજૂઆત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ પરંતુ ગામતળ અને સરકારી ખરાબાની જમીનો પર ઘણા ઇસમો દ્વારા દબાણ કરવામાં આવેલ હોય તે દબાણ દુર કરવા ગ્રામ પંચાયત દ્વારા તંત્ર પ્રસાસનને અવારનવાર લેખિત મૌખિત રજૂઆત કરવામાં આવેલ જે અંગે કાળાસર ગામની સર્વે નંબર-129/પૈકી-1 (જુના સર્વે નંબર-164/પૈકી 4 માં થયેલ દબાણ દુર કરવા કલેકટર ને જાણ કરતા તેઓએ દબાણ દુર કરવા મામલતદાર ને સુચના આપતા મામલતદાર દ્વારા કાળાસર ગામે કરાયેલ દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.ચોટીલા તાલુકાના કાળાસર ગામની સર્વે નંબર-129/પૈકી-1 (જુના સર્વે નંબર-164/પૈકી 4 ની જમીનમાં નાયબ કલેકટર લીંબડી દ્વારા સને 2009 માં હુકમ થી જમીન ગામતળ માટે ફાળવેલ છે. આ જમીન ઉપર પડાયા દિલીપભાઈ , રાધાબેન , સુખાભાઈ , હીરાભાઈ દ્વારા કરાયેલ દબાણ સામે ચોટીલા મામલતદાર દ્વારા નોટીસ આપી સ્વ ખર્ચે દબાણ દુર કરવા જણાવેલ છે. જો નિયત સમયમાં દબાણ દુર કરવામાં નહિ આવે તો દબાણ કરેલ ઇસમો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કાળાસર ગામની જમીનમાં થયેલ દબાણ દુર કરવા તંત્ર કેટલી સક્રિય ભૂમિકા ભજશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *