પહેલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઇ સ્વાગત નહીં: પાટીલની પ્રતિજ્ઞા

ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જય સંશાધન મંત્રી સી.આર. પાટીલે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવાય નહીં ત્યાં સુધી કોઇપણ પ્રકારના જાહેર સન્માન નહીં સ્વીકારવાની પ્રતિજ્ઞા…

ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જય સંશાધન મંત્રી સી.આર. પાટીલે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવાય નહીં ત્યાં સુધી કોઇપણ પ્રકારના જાહેર સન્માન નહીં સ્વીકારવાની પ્રતિજ્ઞા લીધી છે.

સુરત ખાતે આજે યોજાયેલ ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સ્ટેજ પરથી આ જાહેરાત કરતા સન્નાટો છવાઇ ગયો હતો અને આ કાર્યક્રમમાં પણ તેમણે સન્માન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ વ્યથિત સી.આર. પાટીલે પહેલગામ હુમલાનો બદલો પુરો થાય નહીં ત્યાં સુધી કોઇ પણ પ્રકારના સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે. આજથી તેઓ કોઇપણ કાર્યક્રમના સ્ટેજ પરથી મોમેન્ટો કે બુકે કે અન્ય કોઇપણ પ્રકારના સન્માન સ્વીકારશે નહીં.

સુરત ખાતેના કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી પાટીલના સન્માન માટે એનાઉન્સ થયું ત્યારે તેમણે સામે ચાલીને બુકે કે મોમેન્ટો સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો અને પહેલગામનો બદલો નહીં ત્યાં સુધી સ્વાગત નહીં સ્વીકારવાનો જવાબ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *