ભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરી

ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે FTAને લાગુ…

ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે FTAને લાગુ કરતા કાયદાને બહુમતીથી પસાર કરી દીધો છે. આ ઐતિહાસિક કરાર અંતર્ગત ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ સામાનને 100 ટકા ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે, જેનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે.

સંસદમાં આ બિલના સમર્થનમાં 93 અને વિરોધમાં માત્ર 29 વોટ પડ્યા હતા. દેશહિત અને ભારત સાથેના વેપારને મજબૂત કરવાના હેતુથી મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટીએ પણ આનું ખુલીને સમર્થન કર્યું હતું. આ સમજૂતી હેઠળ ન્યૂઝીલેન્ડથી ભારત આવતી આશરે 95 ટકા નિકાસ પર લાગતો ટેક્સ કાં તો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે અથવા તો ખૂબ જ ઓછો કરવામાં આવશે. એગ્રિમેન્ટ અમલી બનતાની સાથે જ અડધાથી વધુ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી તુરંત શૂન્ય થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *