જામનગરમાં શ્રાવણી મેળાનાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં નવો વળાંક: મેળાનાં ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ

પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રયાસનું કારણ જાણવા તપાસ શરૂ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો આ વખતે શરૂૂઆતથી જ વિવાદમાં રહ્યો છે, અને દિનપ્રતિદિન તેમાં નવા…

પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રયાસનું કારણ જાણવા તપાસ શરૂ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો આ વખતે શરૂૂઆતથી જ વિવાદમાં રહ્યો છે, અને દિનપ્રતિદિન તેમાં નવા વિવાદનો ઉમેરો થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મેળામાં રૂૂપિયા 41 લાખના ગોટાળા ના આરોપો લગાવ્યા બાદ ગઈકાલે મેળાના એક ધંધાર્થી એ ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

શ્રાવણી મેળા દરમિયાન મહાનગરપાલિકા ની તિજોરીને રૂૂપિયા 41 લાખનું નુકસાન કરાયું છે અને તે રકમ મહાનગરપાલિકા ની કચેરીમાં નિયત ટેન્ડરની શરતો મુજબ જમા થઈ નથી, જેથી તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેવા કોંગ્રેસના આક્ષેપો બાદ કમિશનરે સમગ્ર મામલામાં ડીએમસીને તપાસ સોંપી છે, અને આ પ્રકરણની તપાસ શરૂૂ થઈ છે તે પહેલાં જ મેળાના ધંધાર્થી એવા નિલેશ દેવજીભાઈ મંગે એ ઝેરી દવા પી લઇ આપાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

તેણે ગઈકાલે બપોર બાદ કોઈ ઝેરી પ્રવાહી પી લીધું હતું, જેથી તેને તાત્કાલિક અસરથી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને હાલ તે સારવાર હેઠળ છે. જે મેળાનો ધંધાર્થી ભાનમાં આવી ગયા બાદ આ સમગ્ર પ્રકરણમાં શું છે, તેની હકીકત જાણવા મળશે, તેમ મનાઈ રહ્યું છે.

આ બનાવના મામલામાં પોલીસે પણ તપાસમાં ઝુકાવ્યું છે, અને મેળાના ધંધાથી એ કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરેલું છે, તે જાણવા માટે તપાસ શરુ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *