ઇલેટ્રીક વ્હીકલ પોલિસી ફરી શરૂ કરો; બાવકુ ઊંધાડ

રાજ્ય સરકાર દેશમાં 16મા ક્રમે છે, સબસિડી વાળી પોલિસી ફરી શરૂ કરવી જરૂરી; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉર્જા મંત્રી કનુ દેસાઈ અને ઉર્જા સચિવને પત્ર લખી…

રાજ્ય સરકાર દેશમાં 16મા ક્રમે છે, સબસિડી વાળી પોલિસી ફરી શરૂ કરવી જરૂરી; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉર્જા મંત્રી કનુ દેસાઈ અને ઉર્જા સચિવને પત્ર લખી કરાઈ માગણી

સમગ્ર વિશ્વ આજે પર્યાવરણના કથળતા સ્તર બાબતે ખુબ જ ચિંતિત છે. વિશ્વના મોટાભાગના દેશો આ બાબતે અવનવા પ્રાયોગો અને યોજનાઓ અમલ માં લાવી પર્યાવરણ ની સ્થિતિ સુધારવા પ્રયત્ન કરી રહ્યા છે. હાલ ટેરીફ અને વિદેશી હૂંડીયામણ નો મુદ્દો ખુબ વિશ્વ વેપારમાં અને ભારત માં ચાચીંત છે ત્યારે વિશ્વમાં સુધી વધુ ઇલેટ્રીક વાહનો નુ વેચાણ કરી ચીન પર્યાવરણ જાળવણી માં પ્રથમ ક્રમે છે ત્યાં 40% વધુ ઇલેટ્રીક વાહનોનો ઉપયોગ લોકો કરી રહ્યા છે.

તે માટે ત્યાંની સરકારની નીતિઓ જવાબદાર છે. ભારત અને ગુજરાત આ બાબતે ખુબ જ પાછળ છે ત્યારે ગુજરાત સરકાર શરૂૂવાત માં ઇલેટ્રીક વાહનોની વધુ ખરીદી થાય તે માટે સબસીડી આપતી હતી. આ સબસીડી ની યોજના 30/06/2025થી બંધ કરવામાં આવી છે.

હાલ ગુજરાત સમગ્ર દેશમાં ઇલેટ્રીક વાહનો ના વપરાશ માં 16 માં ક્રમે છે ત્યારે પેટ્રોલ ડીઝલ નો ઉપયોગ દેશને પ્રદુષિત કરી પર્યાવરણ બગાડે છે અને વિદેશી હૂંડીયામણ અને ટેરીફ ની ચિંતા કરાવે છે ત્યારે ચીન ના રસ્તે ચાલી ફરી દેશ ઇલેટ્રીક વાહનો ના વેચાણ માટે આગળ આવે તેવા હેતુ થી ઇલેટ્રીક વાહનો પાછળ આપવામાં આવતી સબસીડી યોજના જે 30/06/2025થી બંધ કરવામાં આવેલી છે તે ફરી ટુ વ્હીલ, ફોરવ્હીલ અને ઇલેટ્રીક ટ્રેક્ટર માં શરુ કરવામાં આવે અને દેશ અને રાજ્ય પર્યાવરણ જાણવણી માં આગળ આવે તેવી યોજના લાવવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પાત્ર લખી માંગણી કરી છે.

આ પત્ર માં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડે સમગ્ર વિશ્વ અને દેશમાં ટોપ રાજ્યો અને દેશના ઇલેટ્રીક વાહનોના વેચાણના આંકડા આપી અને આધાર પુરાવા સાથે તેણે આ બાબતે ચિંતા વ્યક્ત કરી ગુજરાતની વાત કરી છે ત્યારે વર્તમાન સરકાર પર્યાવરણ જાગૃતિ બાબતે વિચારે તે ખુબ જરૂૂરી બની જાય છે.રાજ્ય સરકાર આ બાબત ને કેટલી ગંભીરતા થી લે છે તે તો આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *