નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા ચોટીલા સબ ડીવીઝન હેઠળના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી હતી.
સરકારના ગુહ વિભાગના તારીખ : 24/02/1988 ના તથા સરકાર મહેસુલ તપાસણી કમિશ્નર ગાંધીનગરના તારીખ : 06/04/1988 વાળા પત્રથી ચોટીલા સબ ડીવીઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશન તથા આઉટ પોસ્ટ ની તપાસણી કરવા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટને અઘિકૃત કરેલ છે. બંને પોલીસ સ્ટેશનમાં ચકાસણી કરેલ રજીસ્ટરો તથા અન્ય મુદ્દાઓ : (1) હાજરી રજીસ્ટર (2) પોલીસ સ્ટેશનના બોર કાર્ટીસ, રબ્બર બુલેટ, ઇન્સાસ કાર્ટીસ, બારબોર રબ્બર કાર્ટીસ, ટીયર સ્મોલસેલ (ઇલે), સ્ટન ગ્રેનેડ, ચીલી ગ્રેનેડ વિગેરેની રેડમલી ચકાસણી કરવામાં આવી. (3) કેટલા હથિયાર અને બિનહથિયારી પોલીસ છે તે અંગેની ચકાસણી કરવામાં આવી. (4) હિસ્ટ્રીશટર રજીસ્ટર (5) ખાટીયાન રજીસ્ટર (6) સ્ટેશન ડાયરી (7) દેખરેખ નિયંત્રણ રજીસ્ટર (8) વારંવાર ગુન્હો કરતા ઇસમોની નોંઘ કરતા રજીસ્ટરો (9) મુદ્દામાલ રજીસ્ટર (10) હથિયાર પરવાના રજીસ્ટર (11) ઓરેન્જ રજીસ્ટર (12) કલમ 194 મુજબના કેસોનુ રજીસ્ટર (13) પ્રોહીબીશન ગુન્હા અંગેનું રજીસ્ટર (14) હિસાબી રજીસ્ટર (15) આવક – જાવક રજીસ્ટર (16) બીલ રજીસ્ટર (17) જાણવા જોગ રજીસ્ટર વિગેરે તપાસણી કરી સંબંઘિત પોલીસ અઘિકારીઓને જરૂૂરી સુચનાઓ આ5વામાં આવી.
