અમરેલી સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક : યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા હોવાનું ખુલ્યુ

અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવમાં એક યુવતીને ચાર નરાધમોએ પીંખી નાખી હોવાનો ફરિયાદ ગઈકાલે (27મી નવેમ્બરે) નોંધાઈ હતી. આ ઘટનાના આરોપીઓ સાથે જોડાયેલા વધુ એક દેહવ્યાપારની…

અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવમાં એક યુવતીને ચાર નરાધમોએ પીંખી નાખી હોવાનો ફરિયાદ ગઈકાલે (27મી નવેમ્બરે) નોંધાઈ હતી. આ ઘટનાના આરોપીઓ સાથે જોડાયેલા વધુ એક દેહવ્યાપારની ફરિયાદ વડીયા પોલીસ મથકમા નોંધાતા ખળભળાટ મચી જવા પામી હતી. આ ઉપરાંત અન્ય લોકોના નામ પણ ફરિયાદમાં ખુલ્યા છે.


બગસરાના નટવરનગર વિસ્તારમાં રહેતા દર્પણ વિનોદભાઈ પાથર નામના 20 વર્ષીય યુવક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમરેલીમાં રહેતી મહિલા દયાબેન કેશવભાઈ રાઠોડ દ્વારા ગરીબ ઘરની યુવતીઓ પોતાના રહેણાંક મકાને રાખી જુદી-જુદી જગ્યાએ પુરુષો સાથે દેહવ્યાપારનો ધંધો કરવવા માટે મોકલતી અને તેમાંથી નાણાં માટે ફાયદો મેળવતી હતી.આ ઉપરાંત દીપકભાઈ નામનો વ્યક્તિ જે સ્થળે ગ્રાહકને યુવતીઓની જરૂૂરિયાત હોય તે જગ્યાએ પહોંચાડવાનું કામ કરી દેહ વ્યાપારના ધંધામાં મદદ કરતો હતો.આ ઉપરાંત પ્રિતેશ ઉર્ફ પદિયો રસિકભાઈ આસોદરિયા, દકુ ઉર્ફ નયન રામજીભાઈ વેકરીયા,અનિલભાઈ વિનુભાઈ દેસાઈ,સોમાભાઈ હરપાલભાઈ આલાણીએ દેહવ્યાપાર સાથે આવેલી મહિલા સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો. આ યુવકની ફરિયાદના આધારે તમામ લોકો વિરુદ્ધ વડીયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે અમરેલી જિલ્લાના એસ.પી. હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ તમામ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ શરૂ કરવામાં આવી છે. તેમજ આ ઘટનામાં અન્ય કોઇ સંડોવાયુ છે કે નહીં એ અંગે પણ પોલીસની ટુકડી દ્વારા તપાસ કરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *