રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ભક્તિનગરમાં વ્યાજખોર વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ મુજબ,કોઠારીયા રોડ પરના નિલકંઠ પાર્ક શેરી નં. 1 માં રહેતા અને પટેલનગર-9માં આવેલા કારખાનામાં વોચકેસનું જોબવર્ક કરતાં મોહિતભાઈ કાન્તિભાઈ દૂધાત્રા (ઉ.વ. 38)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2022ની સાલમાં કારખાનામાં મંદી આવતાં તેને પૈસાની જરૂૂર પડી હતી. જેથી આરોપી સુરેશ બોરીચા (રહે. ગુંદાવાડી) પાસેથી મિત્ર મારફત રૂૂા. 3 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા. ફરી વખત જરૂૂર પડતાં 2023ની સાલમાં રૂૂા. 2 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા.
2024ની સાલમાં વધુ રૂૂા. 1 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા. આ રીતે કુલ રૂૂા.6 લાખ વ્યાજે લઇ દર મહિને નિયમિત વ્યાજ આપતો હતો. છેલ્લે 2024ના જુલાઇ મહિનાથી વ્યાજ કે મુદલ આપવાનું બંધ કરી દીધું હતું. પરિણામે સુરેશ ગઇ તા.18નાં રોજ તેના કારખાને આવ્યો હતો અને તેનો કાંઠલો પકડી, ઝઘડો કરી, ગાળો ભાંડી હતી. જે તે વખતે તેણે સુરેશને સિક્યોરિટી પેટે કોઇ વસ્તુ કે ચેક આપ્યા ન હતા. છેલ્લા સાતેક મહિનાથી વ્યાજ નહીં ચૂકવી શકતા સુરેશે અવારનવાર કારખાને આવી, પઠાણી ઉઘરાણી કરી સતામણી કરતો હતો. પરંતુ હાલ રૂૂપિયા આપી શકે તેવી સ્થિતિ ન હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.
