દિવાનપરામાં ચોરી કરનાર રાજસ્થાની શખ્સ ઝડપાયો, મોટોદલ્લો લઇ સૂત્રધાર ભાગી ગયો: સોની વેપારને ત્યાં ચોરી કરનાર તસ્કરની ધરપકડ
શહેરના દીવાનપરામાં આવેલી મનાલી ટેકસટાઈલ નામની સાડીની દુકાનમાં ગત સપ્તાહે થયેલી રૂૂ.13.62 લાખની ચોરી તેમજ ત્રિકોટબાગ નજીક મારૂૂતી કોમ્પલેક્ષમાં જવલેરીની ઓફિસમાંથી ઘરેણા-રોકડ મળી કુલ રૂૂા.10.81 લાખની મતાની થયલી ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. દીવાનપરામાં સાડીની દુકાનમાં રૂૂ.13.62 લાખની ચોરીમાં રાજસ્થાનના બાંસવાડાના એક શખ્સને રૂૂ.78 હજારની રોકડ સાથે ઝડપી લીધો હતો આ ચોરીમાં મુખ્ય સુત્રધાર અન્ય મોટો દલ્લો લઇ ભાગી ગયો હોયફ તેની શોધખોળ શરુ કરી છે. જયારે ત્રીકોણબાગ નજીક જ્વેલરીની ઓફિસમાં થયેલી રૂૂ.10.81 લાખના ઘરેણા-રોકડની ચોરી કરનાર તસ્કરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ 150 ફૂટ રીંગરોડ પર ગીરીરાજ હોસ્પિટલની પાછળ નવ જ્યોત પાર્કમાં રહેતાં શશીકાન્તભાઈ ગોપાલભાઇ રાયઠઠા (ઉ.વ.64)ની દિવાનપરા મેઇન રોડ પર આવેલ મનાલી ટેકસટાઈલ નામની દુકાનને ગઇ તા 08/03/2025 ના ચોરીનો બનાવ બન્યો હતો.જેમાં નીતેશ શાંતિલાલ ખરાડીની ધરપકડ કરી 78,700ની રોકડ કબજે કરી હતી. આ ચોરીમાં તેની સાથે રાજસ્થાનના બાંસવાડાના માલવાસાનો રામેશ્વર ઉફેરમેશ નાથુ નીનામાંની સંડોવણી ખુલી હતી નીતેશ અને રામેશ્વર બન્ને રાજસ્થાનના બાંસવાડાથી ચોરી કરવા રાજકોટ આવ્યા હતા. મનાલી ટેકસટાઈલ માંથી ચોરી કરી રામેશ્વર ઉફેરમેશ નાથુ નીનામાએ તેની સાથેના નીતેશને માત્ર 1 લાખ રોકડ આપી બાકીની રકમ હોળી પછી ભાગબટાઈ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
બાકીની રોકડ લઇ રામેશ્વર ઉફેરમેશ નાથુ નીનામાં ફરાર થઇ ગયો હતો જયારે નીતેશ ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાઈ ગયો હતો.ત્રિકોણબાગ પાસે ગેલેકસી હોટેલની સામે મારૂૂતી કોમ્પલેક્ષમાં આવેલી જામનગર રોડ પર પુનિતનગર-2 શેરી-4માં રહેતા ધવલભાઇ અશોકભાઇ નાગરની મીના ગોલ્ડ બાયર માંથી રૂ. 10.81 લાખની ચોરીમાં સંડોવાયેલ આકાશ રમેશ કયાડાને ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ એ.એન.પરમાર અને તેમની ટીમે ઝડપી લીધો હતો. એસીપી(ક્રાઇમ) બી.બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એમ. આર.ગોંડલીયા, પી.આઈ એમ. એલ. ડામોર, પી.આઈ સી.એચ. જાદવની ટીમના પીએસઆઈ વી.ડી. ડોડીયા, પીએસઆઈ એ.એન. પરમાર અને પીએસઆઈ એમ.કે. મોવલીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
