ભગવતીપરામાં પૈસાની લેતી દેતી મામલે બે સગાભાઈ પર ખૂની હુમલો

સેલ્ફ કાર ભાડે આપતા યુવાનને મિત્રને બે લાખ આપવાના હતાં પોલીસે ગુનો નોંધ્યો પૈસાની લેતી દેતી મામલે છરી વડે જીવલેણ હુમલો થતાં બે સગાભાઈઓ લોહીલુહાણ…

સેલ્ફ કાર ભાડે આપતા યુવાનને મિત્રને બે લાખ આપવાના હતાં પોલીસે ગુનો નોંધ્યો

પૈસાની લેતી દેતી મામલે છરી વડે જીવલેણ હુમલો થતાં બે સગાભાઈઓ લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. સોહમ નગરમાં રહેતાં અને સેલ્ફ ડ્રાયવિંગમા કમિશનનું કામ કરતા યુવાનને મિત્ર અભિષેક ઉર્ફે અભિ બોરીચાને અગાઉના વ્યવહારના બે લાખ આપવાનાં હતા તે મામલે ભગવતીપરામાં બંને ભાઈઓને બોલાવી સ્કોર્પિયોમાં આવેલ આરોપી તૂટી પડ્યા હતાં અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતાં.બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી.

વધુ વિગતો મુજબ,સોહમનગર પાછળ શિવધારા સોસાયટીમાં રહેતાં રાહુલભાઇ મુકેશભાઈ મકવાણા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અભિષેક ઉર્ફે અભી બોરીચા (રહે. ગુંદાવાડી) અને કાળા કલરની સ્કોર્પિયો કાર નં. જીજે-36-એપી-5557 માં આવેલ અજાણ્યા ત્રણ શખ્સોના નામ આપતાં બી. ડિવિઝન પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.રાહુલે જણાવ્યું હતું કે, તે છૂટક મજુરીકામ કરે છે. પરિવારમાં મોટાભાઇ જયેશભાઈ, માતા ભાવનાબેન અને એક બહેન સ્વેતાબેન રહે છે. મોટાભાઈ જયેશભાઇ અગાઉ સેલ્ફ ડ્રાયવિંગમા કમિશનનું કામ કરતા હતા અને મોટાભાઇના મિત્ર અભિષેક ઉર્ફે અભિ બોરીચા જેને બેડી ચોકડી પાસે ચા માવાની કેબીન છે અને તેઓ પણ કિમિશનનું કામ કરે છે અને આ અભિષેકને મોટા ભાઈએ અગાઉના વ્યવહારના રુપિયા બે લાખ આપવાનાં હતા.

છેલ્લા બે ત્રણ દિવસથી આ અભિષેક મોટા ભાઇ પાસે ફોનમાં ગાળો બોલી રૂૂપીયા માંગી ધમકીઓ આપતો હોય જેથી ભાઈ ગભરાઇ ગયેલ અને આ અભિષેક ઘરે આવી ઝઘડો કરશે તેવું વિચારી જુના ઘરે ગણેશનગર ખાતે રહેવા જતો રહેલ હતો. ગઈકાલે સવારથી આ અભિષેકના ભાઈને ફોન કરી ગાળો બોલતા હોય જેથી સવારના સાડા અગીયારેક વાગ્યાનાં સુમારે મોટાભાઇનો ફોન આવેલ કે, અભિષેકના ફોન ભોવ આવે છે, મને ગાળો આપે છે, એટલે આપણે તેને પૈસા આપી દેવા છે, તે ભગવતીપરામાં બોલાવે છે, તો તું મને ગણેશનગરથી લઇ જા.

જેથી ફરીયાદી તેના ભાઈને બાઈકમાં લઈ ગણેશનગરમા તેડવા ગયેલ અને અભિના ભાગના એક લાખ લઈ બંને ભાઈ ભગવતીપરા કોપરગ્રીન સોસાયટીની સામે થોડે દૂર આવેલ પુલ ઉપર બપોરનાં એકાદ વાગ્યે પહોંચેલ તો ત્યાં આ અભિષેક બોરિચા અને તેની સાથે અજાણ્યા બીજા ત્રણ જણા એક કાળા કલરની સ્કોર્પીયોમાં બેસીને આવેલ અને અભિ કારમાંથી નીચે ઉતરી ભાઈને ગાળો આપી ઉશ્કેરાઇ જઈ બંને ભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તમારા બાપ દાદા અમારા ઘરે વાળવાનું કામ કરતા તેમ કહી છરી કાઢી ભાઈ ઉપર આડેધડ ઘા મારવા લાગેલ તે વખતે યુવાન ભાઈને બચાવવા વચ્ચે પડતા તેને પણ હાથના બાવડા ઉપર અને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધેલ હતો. તેમજ તેની સાથેના બીજા અજાણ્યા ત્રણ શખ્સોએ પણ બંને ભાઈને ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતાં. યુવાનને હાથમાં છરી વાગેલી હોય લોહી નીકળવા લાગતા બુમા બુમ કરતાં આરોપી ત્યાંથી નાસી ગયેલ હતાં. બાદમાં બંને ભાઈઓ સારવારમાં સિવિલ હોસ્પીટલે દોડી ગયાં હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *