કચ્છમાં 4 કરોડના દારૂ મામલે પધ્ધર પોલીસ મથકના પી.આઈ, પીએસઆઈ સહિત પાંચ સસ્પેન્ડ

કચ્છના પધ્ધર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડામાં ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો રૂૂ. 4 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોય આ દરોડા…

કચ્છના પધ્ધર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડામાં ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો રૂૂ. 4 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોય આ દરોડા બાદ સ્થાનિક પોલીસ તંત્રમાં મોટી તવાઈ આવી છે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વડાની કડક સૂચના બાદ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ પધ્ધર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ બેડાંમાં હડકંપ મચાવનારા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાની ધ્રુજારી આકરાં પગલાં સ્વરૂૂપે આરંભાઈ ચૂકી છે.

દરોડાના પગલે મોડી સાંજે પધ્ધર પોલીસ મથકના પીઆઈ અને ઈન્ચાર્જ પીઆઈ એવા પીએસઆઈ તથા ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે ડી સ્ટાફનું વિસર્જન કરી ડી-સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં બદલી અને એલસીબીના પીઆઈ તથા પીએસઆઈને લીવ રીઝર્વમાં મુકાયા છે. રાજ્યના પોલીસવડા આજે કચ્છની ખાસ મુલાકાતે આવી રહ્યા છે તે પૂર્વે એસએમસીએ પદ્ધર પોલીસ મથકની હદમાં આવતા વડવાળામાં દરોડો પાડી રૂૂા. 4 કરોડથી વધુની કિંમતના શરાબનો જથ્થો ઝડપી પાડયા બાદ સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હતી.

4 કરોડના દારૂૂ મામલે દારૂૂના આટલા મોટા જથ્થાની હેરાફેરીમાં સ્થાનિક પોલીસની નિષ્ફળતા અથવા મિલીભગતની આશંકાને પગલે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ પધ્ધર પોલીસ મથકના પી. આઈ એ.જી. પરમાર, પીએસ આઈ વાય.એસ. ઝાલા, એએસ આઈ મહેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ નરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ નીલેશ પુનમાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત પધ્ધર પોલીસ મથકના ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં તેમજ સ્થાનિક એલસીબીના પીઆઈ એ. એમ. મકવાણા અને પીએસઆઈ જે. બી. જાદવની લીવ રીઝર્વમાં બદલીના આદેશ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *