ભોમેશ્ર્વરમાં એકલા રહેતા વ્હોરા આધેડની હત્યા

બહેને આવી તપાસ કરતા ભાઇની બિલ્ડીંગની અગાસીમાં લોહીથી લથબથ લાશ મળી, નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ શહેરનાં ભોમેશ્ર્વર પ્લોટ 8 મા રહેતા અને ઢેબર રોડ…

બહેને આવી તપાસ કરતા ભાઇની બિલ્ડીંગની અગાસીમાં લોહીથી લથબથ લાશ મળી, નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ

શહેરનાં ભોમેશ્ર્વર પ્લોટ 8 મા રહેતા અને ઢેબર રોડ પર દરજીની દુકાન ચલાવતા એકલા રહેતા 40 વર્ષીય વહોરા આધેડની તેનાં બિલ્ડીંગની અગાસી પર હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. એકલા રહેતા કુંવારા વહોરા આધેડનાં છાતીનાં ભાગે છરીનાં ઘા ઝીકી તેમની હત્યા કરવામા આવી હોવાનુ સામે આવતા આ મામલે તપાસ માટે પોલીસ અધીકારીઓ તેમજ ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતક પાસે શાકભાજી સુધારવાની છરી પણ પડી હોય તેનાથી જ હત્યા કરી હોવાનુ ચર્ચાઇ રહયુ છે . હત્યા પાછળનુ કારણ જાણવા અને હત્યારાની ઓળખ મેળવવા પોલીસ કામે લાગી છે.

મળતી વિગતો મુજબ શહેરનાં ભોમેશ્ર્વર પ્લોટ 8 મા બાબજી એવન્યુ ચોથા માળે ફલેટ નં 40ર મા રહેતા અબ્બાસભાઇ ઇસુબભાઇ મરચન્ટ (ઉ. વ. 40 ) નામનાં પ્રૌઢની તેમનાં અગાશી ઉપર લાશ મળી આવી હતી . ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચ તેમજ એસઓજી અને એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી સહીતનાં અધીકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમીક તપાસમા જાણવા મળ્યુ કે અબાસભાઇની લાશ અગાસીમા મળી હોય તે બીલ્ડીંગનાં ચોથા માળે તે રહે છે અને ઢેબર રોડ પર દરજીની દુકાન ચલાવે છે એક ભાઇ અને એક બહેનમા મોટા અબાસભાઇ હજુ કુંવારા હતા.

તેમનાં લગ્ન થયા ન હતા. અબાસભાઇની લાશ પાસે શાકભાજી કાપવાની છરી પણ મળી આવી હોય તેમનાં છાતીનાં ભાગે છરીનાં ઘા ઝીકી હત્યા કર્યાનુ સામે આવ્યુ છે ત્યારે આ હત્યામા છરીનો ઉપયોગ થયાની શંકા દર્શાવવામા આવી છે છેલ્લા 4 દીવસથી અબાસભાઇ તેમનાં બહેનનાં ફોન રીસીવ કરતા ન હોય તેથી બહેને આવીને તપાસ કરતા ભાઇની લાશ અગાસીમાથી મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મૃતક અબાસભાઇ પાસેથી એક ડાયરી પણ મળી આવી છે . ત્યારે આ મામલે પોલીસે બનાવ આપઘાતનો હોવાની શંકા પણ વ્યકત કરી છે જો કે આ અંગે પોસ્ટમોર્ટમમા સત્ય બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *