જામનગરમાં મિત્રતા કેળવી મિત્રની માતા સાથે સંબંધ બનાવ્યા બાદ હત્યા નિપજાવી

ડીફેન્સ કોલોનીની મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, એક શખ્શની ધરપકડ જામનગર તા 26, જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે જ એક મહિલાની હત્યા ની ઘટના સામે…

ડીફેન્સ કોલોનીની મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, એક શખ્શની ધરપકડ

જામનગર તા 26, જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે જ એક મહિલાની હત્યા ની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે. ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી એક પર પ્રાંતિય મહિલાનો ગળે ટૂંપો દઇ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને સમગ્ર બનાવવામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.

મૃતકના પતિનું અવસાન થયું હોવાથી પોતાના ત્રણ સંતાનો સાથે એકલી રહેતી હતી તે દરમિયાન તેના નજીકમાં રહેતા અને પોતાના પુત્ર ના મિત્ર એવા એક શખ્સના પરિચયમાં આવી હતી, અને બંને વચ્ચેના સંબંધો આ હત્યા પાછળ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. મહિલા બે દિવસ પહેલા ગુમ થઈ હતી અને ગુમ થવા અંગે પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ આજે સવારે મૃતકના પુત્ર ના મિત્ર ના મકાનમાંથી મૃતદેહ મળી આવતાં સીટી સી. ડિવિઝન ની પોલીસ ટીમેં ઉંડાણપૂર્વકની તપાસ કર્યા પછી મહિલાની હત્યાર નિપજાવનાર આરોપીને શકંજામાં લઈ લીધો છે, અને તેની સામે ગુનો નોંધ્યો છે.

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની રીન્કી દેવી બનટુસિંહ કઠેરીયા નામની 40 વર્ષની મહિલાનો મૃતદેહ આજે સવારે ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. સીટી સી. ડિવિઝનની પોલીસ ટુકડીએ બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક રીંકીદેવી આજથી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ હતી, જેથી તેના પુત્ર રોહિત કઠેરીયાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી, તેમજ પરિવારજનો તેણીને શોધી રહ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન રીન્કી દેવી કે જેના પતિનું 2021 ની સાલમાં હૃદય રોગનો હુમલો આવવાથી અવસાન થયું હતું, અને તેણી પોતાના ત્રણ સંતાનો નીતિન કઠેરીયા (ઉંમર વર્ષ 17) રોહિત કઠેરિયા (ઉંમર વર્ષ 19) અને અંજલી કઠેરીયા (ઉ.વ.6) સાથે ડિફેન્સ કોલોનીમાં જ રહેતી હતી, અને એક કારખાનામાં મજૂરી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી. જેના ઘરની પાછળના ભાગમાં જ રહેતા વિજય વિઠલ ઓડિચ નામના શખ્સના પરિચયમાં આવી હતી, અને વિજય ઓડિચ કે જે રીન્કી દેવીના પુત્ર રોહિત સાથે મિત્રતા કેળવી લીધી હતી, અને તેના પરિચય ના લીધે ઘરે આવતો જતો રહેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *