પોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ

પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા…

પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા આ ગુનામાં પોલીસે આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 16 જૂન, 2021ના રોજ ધ્રુવાળાથી ધ્રુવાળા ગામના પાટિયા જતા રસ્તે, તળાવ સામેના સીમ વિસ્તારમાંથી આશરે 48 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં શરૂૂઆતમાં અ.મોત નં. 12/2021 સી.આર.પી.સી. કલમ 174 હેઠળ નોંધ કરવામાં આવી હતી.

મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા રિપોર્ટમાં સામે આવ્યું કે મૃતકને કોઈ પદાર્થ વડે શરીરે ગંભીર માર મારવામાં આવ્યો હતો. દાઢી, ગાલ અને શરીર પર થયેલી ઇજાઓના કારણે તેનું મોત નિપજ્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે, 14 જુલાઈ, 2021ના રોજ અજાણ્યા આરોપી વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. અ-11218004210278/2021 હેઠળ IPC કલમ 302, 201 તથા G.P. એક્ટ કલમ 135 મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

LCB દ્વારા આ કેસની ફરીથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાનગી રાહે મળેલી માહિતી, અગાઉ મેળવેલા CCTV કેમેરાના ફૂટેજ અને કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (CDR) ના આધારે આરોપીની ઓળખ થઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા (ઉંમર 34, રહે. મેવાસાનેશ, તા. કુતિયાણા, જી. પોરબંદર) 15 જૂન, 2021ના રોજ પોતાના સાથીઓ સાથે જૂનાગઢ ગયો હતો. ત્રણ મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં તે કોઈ અન્ય વ્યક્તિને મારવા નીકળ્યો હતો.
જોકે, તે વ્યક્તિ ન મળતા 16 જૂન, 2021ની રાત્રે તે પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન, રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ જૂનાગઢ જિલ્લાના દડવા ગામના પાટિયા પાસે જૂનાગઢથી ચૌટા વાંક તરફ ચાલતા એક અજાણ્યા પુરુષને તેણે પોતાની સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કારમાં બેસાડ્યો હતો. આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યારે મરણજનાર અજાણ્યા ઇસમે ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ દારૂૂના નશામાં તેને દોરી વડે ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ લાકડાના ધોકા અને હાથથી બેફામ માર મારતા તેનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *