Connect with us

ગુજરાત

મનપાના પર્યાવરણ વિભાગનું 101 દુકાનોમાં ચેકિંગ, 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Published

on

ગંદકી સબબ રૂા.28 હજારનો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે આજરોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજરોજ ત્રણેય ઝોનમાંથી કુલ 101 આસામીઓ પાસેથી 6.565 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.28000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 40 આસામીઓ પાસેથી 2.025 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.8400/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 32 આસામીઓ પાસેથી 3.37 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.9900/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 29 આસામીઓ પાસેથી 1.170 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.9700/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.


ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

ગુજરાત

સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

Published

on

By


જામનગરમાં ગોકુલ નગર નજીક સોહમનગરમાં રહેતા 53 વર્ષ ના પ્રૌઢ મહિલાએ પોતાના ઘેર ઝેરી દવા પી લીધા પછી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગર ના સોહમનગર વિસ્તારમાં રહેતા સુધાબેન રાણાભાઇ મકવાણા (ઉ.વ.53) એ ગત 11મી તારીખે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાર દિવસની સારવાર પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું છે.


આ બનાવ અંગે મૃતકના પતિ રાણાભાઇ ઘેલાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

પોલીસે દેશી દારૂના ધંધાર્થીનો પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા

Published

on

By

બૂટલેગર સ્કૂટર સાથે પટકાઈ પડ્યો, દારૂની કોથળીઓ તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી સ્કૂટરમાં દેશી દારૂનો જથ્થો લઈને જઈ રહેલા બુટલેગરનો પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. ભાગી રહેલો સ્કૂટર ચાલક એકાએક માર્ગ પર પડ્યો હતો, અને તેની દારૂની કોથળીઓ માર્ગ પર ફૂટી જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત બનેલા બુટલેગરની અટકાયત કરી લઈ તેનું સ્કૂટર તથા બાકી રહેલો દેશી દારૂૂ કબજે કર્યો છે.


આ દરોડાની વિગત એવી છે કે જામનગરનો સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ખોડીયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યો હતો, જે દરમિયાન એસવીઇટી કોલેજ નજીકના ભાગમાં રહેતો રવિ બચુભાઈ દેગામા નામનો એક દારૂનો ધંધાર્થી પોતાના એક્સેસ સ્કૂટર ની ડેકીમાં તેમજ આગળના ભાગમાં દેશી દારૂની કોથળીઓનો જથ્થો લઈને જાહેરમાં નીકળી રહ્યો હતો.


પોલીસે જેનો પીછો કરવાનો પ્રયત્ન કરતાં બુટલેગર રવિના ભાગવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, અને પોતાના સ્કૂટર સાથે સ્લીપ થયો હતો, અને તેને સામાન્ય ઇજા થઈ હતી.
ઉપરાંત દેશી દારૂૂની કેટલીક કોથળીઓ તૂટી ગઈ હતી અને માર્ગ પર દેશી દારૂ ઢોળાયો હોવાના કારણે આસપાસના વિસ્તારમાં દેશી દારૂની દુર્ગંધ પ્રસરી હતી. જેથી રાહદારીઓ, વાહનચાલકો, તેમજ સ્થાનિક દુકાનદારો પરેશાન થયા હતા.


સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બુટલેગર રવિ દેગામાની અટકાયત કરી લીધી હતી, અને તેનું સ્કૂટર તથા બચી ગયેલો દેશી દારૂ કબજે કર્યો હતો, અને સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકે લઈ જઈ તેની પ્રાથમિક સારવાર કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

ગુજરાત

ધોરાજીના વેપારીનો લાલપુર બાયપાસ પાસે ડમ્પર હેઠળ પડતું મૂકી આપઘાત

Published

on

By

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ધોરાજીના વેપારી યૂવાને માનસિક અસ્થિરતાના કારણે ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની સંજય બાબુભાઈ જેઠવા નામના મોચી જ્ઞાતિના 48 વર્ષના વેપારી યુવાને ગઈકાલે લાલપુર બાયપાસ નજીક રોડ પરથી પસાર થઈ રહેલા જી.જે. -10 ટી.ટી. 8079 નંબરના ડમ્પરની હેઠળ પડતું મૂકી દેતાં તેના પરથી ડમ્પર ના ટાયર ફરી વળ્યા હતા, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. માનસિક અસ્થિરતાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ દિપક ભાઈ જેઠવાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
ગુજરાત14 seconds ago

સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

Uncategorized2 mins ago

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

ગુજરાત4 mins ago

પોલીસે દેશી દારૂના ધંધાર્થીનો પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા

ગુજરાત5 mins ago

ધોરાજીના વેપારીનો લાલપુર બાયપાસ પાસે ડમ્પર હેઠળ પડતું મૂકી આપઘાત

ગુજરાત8 mins ago

અલિયાબાડા પાસે નદીમાં નહાવા પડેલા બાળકનું પિતાની નજર સામે મોત

કચ્છ8 mins ago

કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત

ગુજરાત11 mins ago

જૂનાગઢમાં કાવાસાકી રોગે ફરી દેખા દીધી: છ વર્ષની માસૂમ બાળકીને લક્ષણો દેખાયા

ગુજરાત12 mins ago

નાઘેડીમાં આંખલો ભૂરાયો થયો: વૃદ્ધ પર ચડીને ફૂદકા માર્યા

ગુજરાત15 mins ago

નવાણિયા ગામે વાડીના શેઢેથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળ્યો

ગુજરાત15 mins ago

દ્વારકાના આરંભડામાં પત્નીની હત્યા કરી પતિનો આપઘાત

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય23 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય19 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

Trending