મનપાનું કાલે સ્પે.જનરલ બોર્ડ, ફ્લાવર બેડની દરખાસ્ત ઘુસાડાશે

જમીન વેચાણ, દુકાનોની હરાજી સહિતની 11 દરખાસ્ત તૈયાર, બે અરજન્ટ દરખાસ્ત મૂકવા કવાયત મહાનગરપાલિકાનું હયાત બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ જનરલ બોર્ડ આવતીકાલના રોજ મળશે સ્ટેન્ડિંગમાં મંજૂર…

જમીન વેચાણ, દુકાનોની હરાજી સહિતની 11 દરખાસ્ત તૈયાર, બે અરજન્ટ દરખાસ્ત મૂકવા કવાયત

મહાનગરપાલિકાનું હયાત બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ જનરલ બોર્ડ આવતીકાલના રોજ મળશે સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ અને બોર્ડમાં બાકી હોય તેવી 11 દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. આ સ્પેશિયલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી થઇ શકશે નથી. રાજકીય બોર્ડીની મુદ્દત તા.11ના રોજ પૂર્ણ થનાર હોય મંગળવારે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યુ છે ત્યારે કમિશ્નર દ્વારા વિરોધ કરવામાં આવેલ તે ફલાવર બેડમાં હપ્તા સિસ્ટમની દરખાસ્ત ગુસાડવા માટેની તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે તેવી જ કાલના બોર્ડમાં બે અરજન્ટ દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.

જનરલ બોર્ડમાં મુકવામાં આવેલ 11 દરખાસ્ત મુજબ વોર્ડ નં.03માં રેલનગર વિસ્તારમાં આવેલ રોણકીમાં આવેલ TP$–38/1,80/100ના રોડ ઉપર એઇમ્સ હોસ્પિટલ વાળો રોડ, તેમજ રોણકીમાં આવેલ ખંડનં.40/1 પૈકી ખંડની પાસે રત્નમ ગોલ્યર્સ તેમજ રવેચી ફુડ પાસે આવેલ ચોકનું લક્ષ્મણસિંહજી કટારીયા ચોક નામકરણ કરવા અંગે સમાજ કલ્યાણ ઠ.નં.37 તા.20/01/2026 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત શહેરના વોર્ડ નં.03માં રેલનગર વિસ્તારમાં TP$–24માં આવેલ ખંડનં. 12/1/3, 12/2, 11/1/60/40ના રોડ ઉપર આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ તેમજ શરણમ બિલ્ડીંગ પાસે આવેલ ચોકને ગોકળભાઇ સીતાપરા ચોક નામકરણ કરવા અંગે સમાજ કલ્યાણ ઠ.નં.38 તા.20/01/2026 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવા અંગે તથા બી.એ.પી.એસ. (સ્વામિનારાયણ મંદિર, રાજકોટ) દ્વારા સાત દિવસીય પારાયણના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખરંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશપારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા અંગે તથા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના 200મા વર્ષની સાલગીરી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ તથા સ્વામીવાત્સલ્ય (સંઘ જમણ)ના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા અંગે તથા માનનીય રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ દાખલ કરાયેલા કેસ નં.1303/90/0/2025, તેમજ રાષ્ટ્રીય માનવ અધિકારના તા.05/01/2025ના પત્ર અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં એસ.સી./એસ.ટી. લોકોની લાગણીઓ/ગરીમાને ઠેસ પહોંચે તેવા વિસ્તારો, વસાહતો, જાતિ-સૂચક, અપમાનજનક વિસ્તારોના નામ જેમાં શહેરના વોર્ડ.નં.07માં આવેલ ઠક્કરબાપા હરીજનવાસ તેમજ વોર્ડ.નં.03માં આવેલ તોપખાના હરીજનવાસ અને વોર્ડ.નં.15માં આવેલ કસ્તુરબા હરીજનવાસ તરીકે અપમાનજનક ઓળખાતા વિસ્તારોને નામ બદલી કરવા અંગે તથા રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલના ઉપયોગ માટેના નિયમો સુધારવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.28 તા.27/02/2026 તથા તે પરત્વેનો કાયદો અને નિયમોની સમિતિ ઠરાવ નં.05 તા.03/03/2026 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ મંજુર થયેલ પ્રારંભિક/આખરી નગર રચના યોજનાઓ અંતર્ગત “વાણિજ્ય વેંચાણ હેતુ માટે તથા રહેણાંક વેંચાણ હેતુ માટે પ્રાપ્ત થતા અલગ-અલગ અનામત પ્લોટોને ઈ-ઓક્શન દ્વારા નિકાલ કરવા અંગે સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *