ભેજ વધતા મચ્છરજન્ય રોગચાળામાં ફરી ઉછાળો, ડેન્ગ્યુએ પણ દેખા દીધી

મનપાના આરોગ્ય વિભાગમાં શરદી, ઉધરસ-736, સામાન્ય તાવ-613, ઝાડા-ઊલટીના 199 કેસ નોંધાયા શહેરમાં ગરમીની સાથોસાથ ભેજનું પ્રમાણ વધતાં મચ્છરજન્ય રોગચાળામાં ફરી વધારો જોવા મળ્યો છે અને…

મનપાના આરોગ્ય વિભાગમાં શરદી, ઉધરસ-736, સામાન્ય તાવ-613, ઝાડા-ઊલટીના 199 કેસ નોંધાયા

શહેરમાં ગરમીની સાથોસાથ ભેજનું પ્રમાણ વધતાં મચ્છરજન્ય રોગચાળામાં ફરી વધારો જોવા મળ્યો છે અને ઘણા સમય બાદ ડેંગ્યુનો એક કેસ નોંધાયો છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી હાથ ધરી મચ્છર ઉત્તપતિ અને ગંદકી સબબ 109 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.02/03/2026 થી તા.08/03/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 12065 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1605 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 118 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 83 અને કોર્મશીયલ 26 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *