રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે રજિસ્ટર્ડ સોસાયટીઓ, સામાજિક સંસ્થાઓ અરજી કરી શકશે, 10 ટકા ખર્ચ ભોગવવો પડશે
રાજકોટ શહેરમાં વસ્તી વધવાની સાથો સાથ આડેધડ બોર થવા લાગતા ભુગર્ભજળનું લેવલ ઘણું નીચા સ્તરે પહોંચી ગયું છે. જ્યારે ચોમાસા દરમિયાન શહેરમાંથી એકઠુ થતું પાણી વેડફાઈ જતું હોય બોર રિચાર્જ યોજના વર્ષો પહેલા અમલમાં મુકવામાં આવેલ પરંતુ આજ સુધી ચાલુ થઈ ન હતી ત્યારે જ રેઈન વોટર, હાર્વેસ્ટીંગ યોજના અંતર્ગત મહાનગરપાલિકા હવે રૂા. 1.69 કરોડના ખર્ચે તમામ વોર્ડમાં અંદાજે 1440થી વધુ બોર બનાવશે જેના માટે રજીસ્ટર સોસાયટીઓ અને સામાજીક સંસ્થાઓનો સહકાર લેવામાં આવશે. બોરના ખર્ચ માટે મનપા 90 ટકા અને સંસ્થાઓએ 10 ટકા ખર્ચ ભોગવવાનો રહેશે જેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.
મનપા દ્વારા જળસંચય માટે તમામ વોર્ડમાં 6 ઈંચના બોર બનાવવાની રેઈન વોટર હાર્વેસ્ટીંગ યોજના અમલમાં મુકવા માટે ટેન્ડર પ્રક્રિયા મુકવા માટે હાથ ધરી છે. જે મુજબ શહેરના તમામ વોર્ડમાં વોર્ડ ઓફિસર અને સીટી ઈજનેરને જવાબદારી સોંપવામાં આવીછે. સૈક્ષણિક તથા સામાજીક સંસ્થાઓ અને રજીસ્ટર સોસાયટીઓના પ્રમુખો દ્વારા જળસંચય યોજનાના બોર માટે મહાનગરપાલિકાને અરજી કરવાની રહેશે. ત્યાર બાદ સ્થળ તપાસ અને બોરની ઉંડાઈ સહિતના પ્રોજેક્ટ સાથે બોર બનાવવામાં આવશે. જળસંચય યોજનામાં નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. જે મુજબ એજન્સીએ નિચેના નમુના મુજબના બૌર શારકામ થયા બાદ તે અંગના બીર રીપોર્ટ બરી બેન્જીનીયર ઇન્ચાર્જ ની સહિ કરાવી દરેક બોર માટે આપવાના રહેશે.
એજન્સી દ્વારા થયેલ બોરની વિગતે જે તે દિવસે જ કચેરીને ટેલીકોનીક રીતે લખાવવાની રહેશે. એજન્સીએ કમેરીએ આપેલ પીન પીઇન્ટ મુજબના સ્થળે જ, પૂરતી ચકાસણી કરી બોરનું શારકામ કરવાનું રહેશે. એજન્સી દ્વારા અન્ય જગ્યાએ કે ખાનગી જમીનમાં બોર કરેલ હશે તો આવા બોર માટે ચુકવણું કરવામાં આવશે નહિ. એજન્સી દ્વારા થયેલ બોરની ઉંડાઇ, કેસીંગ વિગેરેના માપો નોંધવા માટે ખાતાના ના.કા,ઇ અને અન્ય ઇજનેર દ્વારા ચકાસણી કરવામાં આવશે ત્યારે એજન્સી કે તેના પ્રતિનિધિ હાજર રહે તે હિતાવહ છે. જો તેઓ હાજર નહિ રહે તો ચકાસણીના અંતે લખાયેલા બોરની ઉંડાઇ કે કેસીંગ વિગેરેના માપો બાબતે તકરાર ગાભ રાખવામાં આવશે નહિ. બોર શારકામની કામગીરી પુર્ણ થયા બાદ, બોરને બરાબર ફલસીંગ કરીને જ પાણીનો આવરો “વી નોંચ” થી માપવાનો રહેશે અને તેની નોંધ બોર રીપોર્ટમાં કરવાની રહેશે.
બોરની કામગીરી પુર્ણ થયા બાદ, બોરમાં બાળકો પડી ન જાય તે માટે એજસીએ બોરના કેસિંગ પાઇપ પર વ્યવસ્થિત કેપ પ્લગ લગાવવી ફરજીયાત છે. જીલ્લા આયોજન મંડળના, એમ.એલ.એ./એમ.પી / કાઉન્સિલરની ગ્રાટ તથા અન્ય કોઇ પણ પ્રકારના ડીપોઝીટ વર્ક કાર્યક્રમ હેઠળના બોરમાં કચેરીની સુચના અન્વયે તકતી બનાવી બોર માઇટ પર લગાવવાની રહેશે. તે માટે કોઇ વધારાનું ચક્રવણું કરવામાં આવશે નહી.