ઉધમસિંહ અને ક્રિષ્ના ટાઉનશિપમાં ભાડેથી આપેલા પાંચ આવાસ સીલ

મહાનગરપાલિકા દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઘરનું ઘર બનાવી આવાસ યોજના ફાળવવામાં આવી છે. પરંતુ અનેક લાભાર્થીઓ દ્વારા પોતાનું અલગથી ઘરનું ઘર હોવાના કારણે…

મહાનગરપાલિકા દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઘરનું ઘર બનાવી આવાસ યોજના ફાળવવામાં આવી છે. પરંતુ અનેક લાભાર્થીઓ દ્વારા પોતાનું અલગથી ઘરનું ઘર હોવાના કારણે ડ્રોમાં લાગેલ આવાસ બાડેથી આપી દેવાની ફરિયાદો ઉઠ્યા બાદ મનપાના આવાસ યોજના દ્વારા ફરિયાદ અને આપ મેળે આવાસોનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ કણકોટ રોડ ઉપર ક્રિષ્ના ટાઉનશીપ તથા કુવાડવા રોડ ઉપર આવેલ ઉદ્ધમસિંહ ટાઉનશીપમાં ચકાસણી કરી પાંચ આવાસ ભાડેથી આપેલા પકડી પાડી ભાડુઆતને આવાસ ખાલી કરવાની સુચના આપી પાંચ આવાસ સીલ કરી લાભાર્થીને નોટીસ ફટકારવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી ઉધમસિંહ ટાઉનશીપ – કુવાડવા રોડ તથા ક્રિષ્ના ટાઉનશીપ મવડી-કણકોટ રોડ પર આવેલ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાની ફિલ્ડટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા નીચે મુજબના આવાસો તા.07/02/2025નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા આજે કુવાડવા રોડ ઉપર આવેલ ઉદ્ધમસિંહ ટાઉનશીપમાં નિયમ વિરુદ્ધ ભાડેથી અપાયેલા ચાર આવાસો તેમજ મવડી-કણકોટ રોડ ઉપર આવેલ ક્રિષ્ના ટાઉનશીપમાં ભાડેથી અપાયેલ એક આવાસ સહિત કુલ પાંચ આવાસ સીલ કર્યા હતાં. આ કામગીરી આવાસ યોજના વિભાગના મેનેજર સુર્યપ્રતાપસિંહની સુચના અનુસાર કરવામાં આવી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *