આચારસંહિતાના ધજાગરા, ભાજપ કાર્યાલયમાં ઉમેદવારોના ફોર્મ ભરતો મનપાનો ક્લાર્ક

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી કર્મચારીઓએ તટસ્થ રહેવાનું હોય છે, ત્યારે રાજકોટમાં ભાજપના કાર્યાલય પર…

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી કર્મચારીઓએ તટસ્થ રહેવાનું હોય છે, ત્યારે રાજકોટમાં ભાજપના કાર્યાલય પર મનપાનો એક કર્મચારી ઉમેદવારોના ફોર્મ ભરતા રંગેહાથ ઝડપાયો છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા થયા છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો ભાર્ગવ ઠાકર નામનો કર્મચારી ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 11ના ટેબલ પર બેસીને ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવામાં વ્યસ્ત હતો. આ સમગ્ર દ્રશ્યો સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા. જેવો કેમેરો તેની નજીક પહોંચ્યો કે તરત જ આ કર્મચારી પોતાની પોલ ખુલી જવાની બીકે ત્યાંથી દુમ દબાવીને ભાગી છૂટ્યો હતો.

કેમેરા સામે આવતા આ કર્મચારીએ પોતે મનપામાં ક્લાર્ક હોવાનો સ્વીકાર કર્યો હતો. સરકારી ફરજ પર હોવા છતાં કોઈ રાજકીય પક્ષના કાર્યાલયે બેસીને પક્ષની કામગીરી કરવી એ સીધો આચારસંહિતાનો ભંગ ગણાય છે. શું આ કર્મચારી ઉપરના દબાણ હેઠળ કામ કરી રહ્યો હતો? શું મનપા કમિશનર આ ગંભીર બેદરકારી બદલ કર્મચારી સામે કડક શિક્ષાત્મક પગલાં લેશે? આ ઘટનાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *