મુંબઈ ઇન્ડિયન્સની વુમન્સ ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. ટીમ જામનગર એરપોર્ટ પર પહોંચતા જ ત્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ એરપોર્ટથી સીધી રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થઈ હતી. WPLની મેચ હાલ વડોદરામાં રમાઈ રહ્યા છે. વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી.
શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બાકીની 11 મેચ હવે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 3 ફેબ્રુઆરીના એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચ પણ અહિં વડોદરામાં જ રમાશે. WPLની બાકીની મેચ રમવા માટે મુંબઈની ટીમ વડોદરા આવી છે. જ્યાંથી જામનગરમાં વનતારાની મુલાકાત લેવા આવી પહોંચી છે. મુંબઈ ઈન્ડિયન્સની વુમન્સ ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત ટીમની અન્ય ખેલાડીઓ પણ જામનગરમાં આવી પહોંચી છે. તેઓ રિલાયન્સ ગ્રીન્સમાં રાત્રિ રોકાણ કરશે.
