ધ્રાંગધ્રાના યુવાનનું મોત અકસ્માતથી નહીં ફઇના દીકરાએ જીપ ચડાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ

મારા ભાઇએ આપઘાત કર્યો હતો તેમાં મૃતક કારણભૂત હોવાની શંકાએ તેને પતાવી દીધો: આરોપીનું રટણ ધ્રાંગધ્રાના જીવા ગામે પોલીસ ભરતી માટે સવારે દોડની તૈયારી કરનાર…

મારા ભાઇએ આપઘાત કર્યો હતો તેમાં મૃતક કારણભૂત હોવાની શંકાએ તેને પતાવી દીધો: આરોપીનું રટણ

ધ્રાંગધ્રાના જીવા ગામે પોલીસ ભરતી માટે સવારે દોડની તૈયારી કરનાર યુવાનની અજાણ્યા વાહનની અડફેટે મોત થયું હોવાની નોંધાયેલી ઘટના હત્યામાં પરિણમી હતી એટલું જ નહીં પરંતુ યુવકની હત્યા તેની સગી ફોઇના દીકરાએ જ કર્યાનું ખૂલતાં મૃતકના પરિવારજનોના માથે આભ ફાટ્યું હતું.

હત્યારાના ભાઇએ થોડા વખત પહેલા આત્મહત્યા કરી હતી જેના માટે મામાનો દીકરો જવાબદાર હોવાનું માની આરોપીએ તેના સગા મામાના દીકરાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. યુવકની જીપની અડફેટે હત્યા કરી આરોપીએ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવાનું કાવતરુ રચ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જીવા ગામે રહેતા યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલાનું વાસી ઉત્તરાયણના દિવસે પોલીસ ભરતી માટેની પ્રેક્ટિસ કરતી વખતે વાહનની ટક્કર વાગતા મોત થયું હોવાની વાર્તા ઉપજાવી કઢાઈ હતી. પોલીસને શરુથી આ ઘટના શંકાસ્પદ લાગતા નાયબ પોલીસ વડા જે. ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પી.આઈ નરેન્દ્રસિંહ ચુડાસમાએ તપાસ કરતા સીસીટીવીમાં એક બોલેરો જોવા મળી હતી.

તેના માલિકને પૂછતાં આ જીપકાર દિવ્યરાજસિંહ જાડેજા લઈ ગયાનું ખૂલ્યું હતું. આ દિવ્યરાજ અકસ્માતમાં ગુજરી ગયાનું કહેવાતું હતું તે યુવરાજસિંહના મામાના દીકરા થતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આગવી ઢબે દિવ્યરાજની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી. આરોપી દિવ્યરાજે કહ્યું હતું કે અગાઉ મારા ભાઈએ કરેલી આત્મહત્યામાં યુવરાજસિંહ કારણભૂત હોવાનું લાગતા તેનો બદલો લેવા માટે તેઓ પોલીસ પરીક્ષાની તૈયારી માટે રોજ સવારે દોડવા જતા હતા હોવાથી – બનાવના દિવસે તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે જીપકારની ટક્કર મારી તેમનું મોત નિપજાવ્યું હતું.

પોતાના બહેન ગુજરી જતા નાના ભાણેજ દિવ્યરાજને જીવા ગામે લાવી મામાએ પુત્રની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. કોન્ટેક્ટ્રરમાં ગાડીઓ ભાડે આપવા માટેના ધંધો કરાવી પગભર કરી મામાએ ફરજ નિભાવી. તેણે જ મામાના દીકરા પર વહેલી સવારે જીપ ચડાવી ઠંડા કલેજે હત્યા કરી નાસી છૂટ્યો હતો. આમ સગો ભાણિયો જ પુત્રનો હત્યારો નીકળ્યો હતો.

આરોપી અહીયા જ રહેતો હોવાથી રસ્તાનો જાણકાર હતો. હાઇવે ઉપર સીસીટીવી રાખેલા છે અને તેમાં નજરે ચડે તો પકડાઇ તે જાણતો હતો. આથી તે ચુલીના રસ્તેથી જીપકાર ચલાવી હતી. પરંતુ ચુલીના એક ઘરમાં સીસીટીવી હોય તેમાં બોલેરો અને નંબર જોવા મળતા પોલીસ આરોપી સુધી પહોચી શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *