જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના દાણીધાર ગામમાં દાણીધાર નાથજી દાદાનુ મંદિર આવેલું છે, જ્યાં ભાદરવા માસ દરમિયાન ર શ્રાધોત્સવનો મેળો યોજાય છે, અને જામનગર જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાં થી અનેક લોકો આ શ્રાદ્ધોત્સવના મેળામાં આવે છે, અને દાણીધાર ના દાદાજી ના દર્શન નો લાભ લે છે.
જે મેળામાં ગત 11.9.2025 ના દિવસે રાજકોટના ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી કુલદીપસિંહ પ્રતાપસિંહ ભટ્ટીના પરિવારના મહિલા સભ્યો પણ આવ્યા હતા. જે મેળામાં કુલદીપ સિંહના માતા સુમિતાબા કે જેઓએ પોતાના ગળામાં પહેરેલી સોનાની માળા કે જેની કોઈ અજાણી સ્ત્રી દ્વારા ગિરદીનો લાભ લઇ ચોરી કરી લીધી હતી સાથોસાથ તેના પત્ની કાજલબા કે જેઓએ પોતાના ગળામાં ત્રણ તોલાનું સોનાનું મંગળસૂત્ર પહેરેલું હતું તે પણ ગીર્દીમાં કોઈ અજાણી સ્ત્રી અથવા કોઈ તસ્કરે સેરવી લીધું હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસે આશરે 6 તોલા સોનાના ઘરેણા ની ચોરી કરી લેવા અંગે અજાણી સ્ત્રી અથવા પુરુષ સામે ગુનો નોંધ્યો છે અને તેઓને શોધવા માટે ની કવાયત શરૂૂ કરી છે.
