ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં બે દીકરીઓ અવતરીહતી.પરિણીતાનું પિયર નજીકનું ગોપનાથછે જોકે પરણીતાનો પરિવાર ઘણા સમયથીજ રાજપરા ગામમાંજ રહેતો હોય ગામમાં સાસરિયું અને પિયુરિયું હતું.
અરેરાટી ઉપજાવતા બનવા ની દાઠા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ રાજપરા ગામના શ્રમિક પરિવારના અરવિંદ નાથાભાઇ ભાલીયા ના પત્ની દક્ષાબેન ઉ.વ.26 એ આજે સવારે અંદાજે 8.30 ના સુમારે પોતાની બે દીકરી પૈકીની નાની 4 માસની ત્રીશા ને સાથેરાખી અગ્નિસ્નાન કરીલીધું હતું.જે સમયે દક્ષાબેન એ દીકરી ને સાથેરાખી અગ્નિસ્નાન કરીલીધું ત્યારે પતિ બહાર શેરીમાં બેઠાહતા ને સાસુ નજીકમાં મરણોતર ની પાણીઢોળ ની વિધિહતી ત્યાં ગયા હતા.
માતા-પુત્રી ને ભાવનગર સારવાર અર્થે લઈજવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન બંનેએ મોતની ચાદરઓઢી લીધીહતી.પોલીસ ની પ્રાથમિક પૂછપરછ મા આત્મહત્યા નું સચોટ કારણ જાણમાં આવ્યુંનથી. હાલ પૂરતું મહિલાના મોસાળ પક્ષના લોકોએ પણ કોઈ આરોપ લગાવ્યો નથી.પોલીસ ની તપાસમાં ગઈકાલે રાત્રેજ મહેમાનો આવ્યા હતાને સવારે અંતિમ પગલું ભરી લેનાર પરણીતાએ બધામાટે ભોજન બનાવ્યું ત્યારે પણ કોઈ અણસાર આવ્યોનહતો.છતાંય આજે અચાનકજ મહિલાએ પાચજ વર્ષના લગ્ન જીવનના ફળસ્વરૂૂપે અવતરેલી બે દીકરીઓ માંથી નાનીદીકરી સાથે જાત શા કારણે જલાવીદીધી તે દાઠા પોલીસ માટે તપાસ નો વિષયછે. પોલીસે ઋજક સહિતની મદદ લીધીછે.સાથે ભાવનગર પી.એમ કરાવેલછે.સ્થળપર ની જે સ્થિતિ છે તે જ્યાં સુધી તપાસ પૂર્ણન થાય ત્યાસુધી જેમની તેમજ રહેવા દેવાની સૂચના આપીછે.
