ભંગારના વજનમાં ગોલમાલ કરી માલ ધાબડયો, જૂનાગઢના વંથલીના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ
ગોંડલના ભંગારના વેપારી સાથે બે શખ્સોએ રૂૂ.28.69 લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બન્ને શખ્સોએ વિશ્વાસ કેળવી પ્લાસ્ટિકનો સ્ક્રેપ અલગ-અલગ વાહનમાં ભરી વજન કરી વેપારીને ત્યાં ખાલી ગાડીઓનો વજન કરતી વખતી વજન કાટા ચીઠ્ઠીમાં કાયદેસરના વજન કરતા ઓછો દર્શાવી કાયદેસરના વજન કરતા ઓછો દર્શાવેલ વજન પ્લાસ્ટિકનો સ્ક્રેપમાં ગણાવી વેપારી સાથે છેતરપિંડી કર્યાનું તપાસમાં ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ ગોંડલના ધર્મેશ ચંદુલાલ ચાંગેલાએ નોંધાવેલી ફરિયાદમાં વંથલી ના હિતેશ ગોવિંદ બારિયા અને ઉપલેટાના અમિત બારિયાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ધર્મેશભાઈ જામવાડી ગામે આવેલ ખાડીયા વીસ્તારમા જય પેટ ઇન્ટરનેશલ નામનુ પ્લાસ્ટીકના સ્ક્રેપનો ધંધો આશરે 15 વર્ષથી કરે છે. દોઢેક વર્ષ પહેલા તેમને મીત્ર ગોંડલના હીરેનભાઈનો ફોન આવેલ અને તેના મિત્ર હીતેશભાઈ તથા અમીતભાઇ જેને જેતપુર ખાતે ભંગારનો ડેલો આવેલ છે અને તમારે પ્લાસ્ટી ક બોટલનો સ્ક્રેપ ની જરૂૂર પડે છે અને આ હીતેશભાઇ તથા અમીતભાઈ પ્લાસ્ટીક બોટલનો ભંગાર વેચાણ કરતા હોય છે અને તેઓને તમારા કારખાને આપવા માંગે છે, તમે બન્ને એકબીજા મળી લો, જો એકબીજાને અનુકુળ લાગે ધંધો કરજો તેમ વાત સાતેક દીવસ બાદ મીત્ર હિરેનભાઈ મારફતે હીતેષભાઇ ગોવીંદભાઇ બારીયા તથા અમીતભાઇ બારીયા બન્ને કારખાને આવતા મુલાકાત થયેલી અને ધંધા બાબતે વાતચીત થયેલ હતી,મુલાકાત થયા બાદ બે ત્રણ દિવસ પછી હીતેશભાઇ બારીયાએ કારખાને એક બોલેરોમા પ્લા સ્ટીકનો ભંગાર ભરી આવેલ જેથી અમોએ આ ભંગારનો વજન જામવાડી ખાડીયા વીસ્તારમા આવેલ વ્રજ કોલ્ડ એન્ડ વે બ્રીજ નામના વજન કાટાએ કરાવી ખરીદ કરી લીધેલ અને ત્યારપછી હીતેષભાઈ ગોવીંદભાઈ બારીયા તથા તેના ભાઈ અ મીતભાઈ બારીયા વાળાઓ અવાર નવાર અમારા કારખાને પ્લાસ્ટીકનો સ્ક્રેપ વેચવા આવતા હતા, અને અમે જામવાડી ખા ડીયા વિસ્તારમાં આવેલ વ્રજ કોલ્ડ એન્ડ વે બ્રીજ ખાતે વજન કાટો કરાવી ખરીદી કરતા હતા. અમે ભંગાર ભરેલ ગાડીનો વજન કરાવવા સાથે રહેતા હતા જયારે ખાલી ગાડીનોવજન કરાવતી વખતે સાથે જતા ન હતા.
અને ખાલી ગાડીનો વજન કાટા ચીકૃઠી આપતા નક્કી થયા ભાવ મુજબ રૂૂપી યા આપી દેતા હતા. ધર્મેશભાઈને થોડા દિવસ બાદ હીતેષભાઈ કે અમીતભાઈ ઉપર વજન બાબતે શંકા જતા ભંગાર ભરેલ તથા ખાલી ગાડીના વજનની ચીઠ્ઠી જોતા ફેરફાર હોવાનુ અમીતભાઈ બારીયા તથા હીતેશભાઈ બારીયાએ વજન બાબતે ગડબડ કરી ખાલી ગાડીના વજનમાં ફેર ફાર કરી કાયદેસરના વજન કરતા ઓછો બતાવી કાઠા ચિઠ્ઠી આપી પુરા વજનના રૂૂપીયા લઈ ગયેલ બન્ને વચ્ચેના વેપાર દરમ્યાન રૂૂ.28.69 લાખની છેતરપીંડી કરી હોય જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
