કોંગ્રેસમાં 20થી વધુ ઉમેદવારોને ચૂંટણી લડવા લીલીઝંડી

અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, ગાયત્રીબા, નયનાબા, રણજીત મુંધવા, જાગૃતિબેન ડાંગર સહિતના જૂના જોગીઓને પ્રચાર શરૂ કરી દેવા ટેલિફોનીક સૂચના રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોની આગામી તા.26ના…

અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, ગાયત્રીબા, નયનાબા, રણજીત મુંધવા, જાગૃતિબેન ડાંગર સહિતના જૂના જોગીઓને પ્રચાર શરૂ કરી દેવા ટેલિફોનીક સૂચના

રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોની આગામી તા.26ના રોજ યોજાનાર ચુંટણી માટે ભાજપ- કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા પુર્ણ કરી લીધી છે અને આમ આદમી પાર્ટીએ બીજુ લીસ્ટ પણ જાહેર કરી દીધું છે ત્યારે કોંગ્રેસે પણ જે નેતાઓની ટિકિટ પાક્કી છે તેવા 20 મી વધુ ઉમેદવારોને ટીકીટ માટે ટેલીફોનીક ક્ધફર્મેશન આપી ચુંટણી પ્રચારમાં લાગી જવાની સુચના આપી હોવાનું જાણવા મળે છે.

રાજકોટમાં નવ યુવાનોને તક આપવાની વચ્ચે કોંગ્રેસે પ્રથમ રાઉન્ડમાં જુના જોગીઓ ઉપર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, સંજય અજુડીયા, રણજીત મુંધવા, નયનાબા જાડેજા તેમજ વશરામ સાગઠીયા જેવા જુના જોગીઓને ટિકિટ માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને ચુંટણી પ્રચારમાં લાગી જવા જણાવાયું છે.

કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જે બેઠકો પર વિવાદ કે મડાગાંઠ છે તેવી બેઠકો પર પેનલ તૈયાર થઇ શકી નથી. આવી વિવાદાસ્પદ બેઠકો માટે આજે પ્રદેશ કક્ષાએ નિરીક્ષકોની હાજરીમાં બેઠકોનો દોર હાથ ધરાયો છે. આ બેઠકોમાં જે બેઠક પર એક સરખા સમીકરણો ધરાવતા મજબૂત દાવેદારો વચ્ચે સ્પર્ધા છે, તેવી બેઠકો પર નિર્ણય લેવાશે. શનિવારે હાથ ધરાનારી બેઠકોમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાની કામગીરી હાથ ધરવામાં આવશે અને 5 એપ્રિલે ઉમેદવારો જાહેર કરાશે. તેની વચ્ચે રાજકોટમાં કોંગ્રેસે જૂના જોગીઓને મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે.

જેમાં 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂૂ થઇ ચૂક્યું છે. ભાજપ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને પ્રદેશ કક્ષાએ યાદી મોકલી દેવામાં આવશે. જેમાં કોંગ્રેસ આવતીકાલે પ્રથમ યાદી જાહેર કરશે જયારે ભાજપ આગામી 9 તારીખે પ્રથમ યાદી જાહેર કરે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.

કોંગ્રેસના સંભવિત ઉમેદવારો
વોર્ડ નંબર 1માં રમેશ જુંજા
વોર્ડ નંબર 2માં નયનાબા જાડેજા.
વોર્ડ નંબર3માં અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા
વોર્ડ નંબર 4માં ઠાકરશી ગજેરા
વોર્ડ નંબર 6માં શૈલેષ સાકરીયા
વોર્ડ નંબર 8માં રાખોલિયા ભગત અને રણજીત મુંઘવા
વોર્ડ નંબર 9માં ગિરીશ ઘરસણિયા
વોર્ડ નંબર 11માં કેતન તાળા
વોર્ડ નંબર 12માં સંજય અજુડિયા
વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવાલા અને જાગૃતિ ડાંગર
વોર્ડ નંબર 14માં રાજુ ચાવડીયા
વોર્ડ નંબર 15માં વશરામ સાગઠિયા અને મકબૂલ દાવદાણી
વોર્ડ નંબર 16માં સુરેશ ગેરૈયા
વોર્ડ નંબર 17માં રસિક ભટ્ટ
વોર્ડ નંબર 18માં નિલેશ મારૂ

આપના વધુ 14 ઉમેદવારો જાહેર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તે પહેલા આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારો જાહેર કરી દીધા બાદ ગઇકાલે વધુ 14 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. વોર્ડ નં.3માં ગીતાબા ગુલાબસિંહ જાડેજા તથા પરેશ દુલાણી, વોર્ડ નં.5માં કિંજલબેન ભરવાડ, વોર્ડ નં.7માં પરેશ શિંગાળા, વોર્ડ નં.9માં અંજના વાછાણી તથા નીતાબેન મહેતા, વોર્ડ નં.10માં જયદીપ નિમ્બાર્ક, વોર્ડ નં.11માં કિરણ ગોહેલ અને પિયુષ ભંડારી, વોર્ડ નં.13માં દિલીપસિંહ વાઘેલા, વોર્ડ નં.14માં જયદીપ નકુમ, વોર્ડ નં.16માં ખેરૂનબેન ભુવાડ તથા વિવેક લિંબાસીયા અને વોર્ડ નં.18માં સોનલબેન સાવલિયાને ટિકીટ આપી છે.

ભાજપના સસ્પેન્ડ કોર્પોરેટર દેવુબેને ‘પંજો’ પકડ્યો, હવે ટિકિટ પણ પાકકી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષ પલ્ટુની પણ મોસમ શરૂૂ થઇ ચુકી છે. આ શરૂૂઆત આ વખતે કોંગ્રેસ નહિ, પરંતુ ભાજપમાંથી થવા પામી છે. ગઈકાલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 6માં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, તેમના પતિ મનસુખ જાદવ સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે પોતાના બે મહિલા કોર્પોરેટરોને 2024માં સસ્પેન્ડ કર્યા હતાં, જેમાં એક નામ દેવુબેન જાદવ અને બીજું નામ વજીબેન ગોલતર હતું. દેવુબેન કોંગ્રેસમાં જોડાઇ જતા તેમની ટીકીટ પાકી માનવામાં આવે છે. દેવુબેન જાદવએ જણાવ્યું હતું કે, મેં છેલ્લા 10 વર્ષથી કોર્પોરેટર તરીકે ભાજપની સેવા કરી છે. મને ખોટી રીતે બદનામ કરી છે અને આ એક સ્ત્રીનું અપમાન જ કહેવાય. 11 તારીખે મારી ટર્મ પુરી થઇ ત્યાં સુધી અમે ભાજપ વિષે કશું કદાચ ખરાબ બોલ્યા નથી અને ગઈકાલે અમે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છીએ. આવાસમાં પરિવારના આપેલા આધાર પુરાવા સાચા જ છે. અમે બધા જ્ઞાતિના લોકો સાથે સંકલનમાં રહી કોંગ્રેસમાં જવા નિર્ણય કર્યો અને જનતા અમને જરૂૂર સ્વીકારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *