સાઉદીમાં USના દૂતાવાસ પર ઇરાને હુમલો કરતા 3 માળ ભડકે બળ્યા

બે ફાઇટર જેટ અને બે બ્લેક હોક રેસ્કયુ હેલિકોપ્ટર ઇરાને તોડી પાડયા બાદ એક પાયલોટને બંધક બનાવ્યાનો દાવો: દુબઇમાં મિસાઇલ-ડ્રોનના કાટમાળ પડયા એક પાયલોટ જીવંત…

બે ફાઇટર જેટ અને બે બ્લેક હોક રેસ્કયુ હેલિકોપ્ટર ઇરાને તોડી પાડયા બાદ એક પાયલોટને બંધક બનાવ્યાનો દાવો: દુબઇમાં મિસાઇલ-ડ્રોનના કાટમાળ પડયા

એક પાયલોટ જીવંત મળી આવતા સારવારમાં ખસેડાયો

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં છેલ્લા કેટલાક કલાકોમાં અત્યંત નાટકીય વળાંક આવ્યો છે. ઈરાને અમેરિકાના અત્યાધુનિક F-15E ફાઈટર જેટને તોડી પાડી તેના પાયલટને બંધક બનાવ્યાનો દાવો કર્યો છે, જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ધર્મસંકટ ઉભું થયું છે. ઇરાને અમેરિકાનું એક લુકાસ ડ્રોન પણ તોડી પાડયું હતું. જે દરિયામાં તરતું દેખાતું ઇરાની મીડીયાએ બતાવ્યુ હતું. અમેરિકાના સર્ચ ઓપરેશન દરમિયાન એક પાયલોટ જીવંત મળી આવતા સારવારમાં ખસેડાયો હતો.

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકાના દૂતાવાસ પર રાત્રે થયેલા ઈરાની ડ્રોન હુમલામાં અમેરિકાની ધારણા કરતા પણ ક્યાંય વધુ ભયંકર તબાહી થઈ છે. રાત્રે અંદાજે 1:30 વાગ્યે થયેલા આ અત્યંત સચોટ હુમલામાં બે ઈરાની ડ્રોન દૂતાવાસના સૌથી સુરક્ષિત ગણાતા વિસ્તારમાં ઘૂસી ગયા હતા, જેમાં પ્રથમ ડ્રોને દીવાલમાં ગાબડું પાડ્યું અને બીજા ડ્રોને તે જ રસ્તે અંદર પ્રવેશીને વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં દૂતાવાસના ઈઈંઅ સ્ટેશન સહિત ત્રણ માળને ભારે નુકસાન પહોંચ્યું છે અને લાગેલી ભીષણ આગ કલાકો સુધી ધધકતી રહી હતી, જેના કારણે દૂતાવાસના કેટલાક હિસ્સાઓ હવે ફરીથી સમારકામ કરી શકાય તેવી સ્થિતિમાં પણ રહ્યા નથી. સદનસીબે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ હુમલાએ મધ્ય પૂર્વમાં અમેરિકાની સુરક્ષા વ્યવસ્થામાં મોટી સેંધ લગાવી હોવાથી વોશિંગ્ટનની ચિંતામાં મોટો વધારો થયો છે.

અમેરિકા માટે છેલ્લા 24 કલાક ભારે વીત્યાં. ઈરાને એક પછી એક બે ફાઈટર તોડી પાડ્યા બાદ રેસ્ક્યૂ માટે આવેલા બે બ્લેક હેલિકોપ્ટરને પણ પાડી દીધાના અહેવાલોએ અમેરિકન સૈન્યમાં હડકંપ મચાવી દીધો છે. ઈરાની મીડિયાએ તસવીરો જાહેર કરીને દાવાની પુષ્ટી પણ કરવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકન સૈન્યનું બોઈંગ ઈઇં-47 ચિનૂક હેલિકોપ્ટરને પણ નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દુબઈમાં પણ હુમલાઓની પુષ્ટી થઇ હતી. જેમાં ઈન્ટરસેપ્ટ દ્વારા મિસાઈલ અને ડ્રોન તોડી પડાયા બાદ તેના કાટમાળ ઈન્ટરનેટ સિટી અને દુબઈના મરીનામાં પડ્યાની માહિતી સામે આવી છે. દુબઈના મીડિયા ઓફિસે જણાવ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિ કે કોઈ આગ લાગવાની ઘટના બની નથી.

ઇઝરાયલ દ્વારા લેબેનોનના નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવીને વધુ બે પુલોનો નાશ કરવામાં આવતા સ્થાનિક લોકો પર તેની ગંભીર અસર પડી રહી છે. દક્ષિણ બેકા ખીણમાં આવેલા સહમર અને મશઘરા ગામોને જોડતા આ પુલો તોડી પાડવામાં આવ્યા છે, જે ઇઝરાયલના વધતા હુમલાઓનું સૂચન કરે છે. આ અગાઉ ઇઝરાયલ લિતાની નદી પરના સાત અન્ય પુલોનો પણ નાશ કરી ચૂક્યું છે, જેના કારણે લેબનોનમાં નાગરિકોની અવરજવર અને આવશ્યક સુવિધાઓ પર મોટી અસર પડી રહી છે.

ઈરાની મીડિયાના દાવા મુજબ, IRGC એ અમેરિકાના સ્ટીલ્થ ફાઈટર જેટ F-15E ને તોડી પાડ્યું છે અને તેના પાયલટને જીવતો પકડી લીધો છે. આ સાથે ઈરાને અમેરિકાનું A-10 વોર્થોગ વોરપ્લેન પણ તોડી પાડ્યાનો દાવો કર્યો હતો.

ઈરાને સામાન્ય જનતાને પણ ઓફર આપી છે કે જે કોઈ દુશ્મન પાયલટને જીવતો પકડવામાં મદદ કરશે તેને કિંમતી ઈનામ આપવામાં આવશે. આવી જાહેરાતના થોડા કલાકો પછી ઇરાને પાયલોટ બંધક બનાવ્યાની જાહેરાત કરી હતી.

ઈઝરાયલની મુખ્ય ડ્રોન ફેક્ટરીનો નાશ ઇઝરાયેલે ઇરાન પરના હુમલા રોકી દીધા
પેતાહ ટિકવા શહેરમાં આવેલી ઈઝરાયેલી કંપની ’એરોસોલ’ની ડ્રોન ફેક્ટરી પર ઈરાને સચોટ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. આ ફેક્ટરી IDF માટે જાસૂસી ડ્રોન અને હાઈ-ટેક પ્લેટફોર્મ બનાવતી હતી. આ હુમલાથી ઈઝરાયેલની જાસૂસી ક્ષમતા પર સીધી અસર પડી શકે છે. અમેરિકાએ હાલમાં જ ઈરાન પર સીઝફાયરનું એલાન કર્યું હતું, પણ ઈઝરાયેલ હજુ સુધી ફુલ ફોર્સ સાથે મેદાન પર હતું. જો કે હાલમાં જ અચાનક નેતન્યાહૂએ ઈરાન પર એટેક રોકી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *