વ્યાજખોરનો આતંક: યુવકને માર મારી સ્કૂટર અને કોરા ચેક પડાવી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો

ધંધા માટે લીધેલા નાણાં પર 20 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરાઈ, કોરા ચેકમાં ચાર ગણી રકમ ભરી કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી…

ધંધા માટે લીધેલા નાણાં પર 20 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરાઈ, કોરા ચેકમાં ચાર ગણી રકમ ભરી કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

ત્રાસથી બચવા યુવાન અમરેલીમાં કામ અર્થે ગયા હોવા છતાં આરોપીનો ત્રાસ બંધ ન થયો, પરિવારને પતાવી દેવાની ધમકી આપી

રાજકોટ શહેરમાં વ્યાજખોરોના આતંક અને ગેરકાયદેસર નાણાંની ધીરધારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે અંતર્ગત આજીડેમ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને બળજબરીપૂર્વક મિલકત પડાવી લેવા અંગેનો એક ગુનો નોંધાયો છે. વધુ વિગતો મુજબ,ઓમ નગર શેરી નંબર 2, કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય શ્રમિક યુવક જયભાઈ ખુશાલભાઈ રાખસીયાએ મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે જે.કે. મોટર્સ નામના ગેરેજમાં ઓફિસ ધરાવતા સ્મીતભાઈ પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.આરોપી સ્મીતભાઈ પટેલ પાસે નાણાં ધીરધારનું કોઈ કાયદેસર લાયસન્સ ન હોવા છતાં, તેમણે ઊંચા વ્યાજ દરે નાણાં આપીને પઠાણી ઉઘરાણી શરૂૂ કરી હતી અને યુવક તેમજ તેના પરિવારને મોતના ભયમાં મૂકી દીધો હતો. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ફરિયાદી જયભાઈ રાખસીયા એલ્યુમિનિયમ એન્ડ સેક્શનનું છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાના ધંધાના વિકાસ માટે પૈસાની જરૂૂરિયાત ઊભી થતાં, તેમણે આરોપી સ્મીતભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. આરોપીએ શરૂૂઆતમાં નાની રકમ આપ્યા બાદ, ગત તારીખ 27 માર્ચના રોજ જયભાઈને 20 ટકાના અત્યંત ઊંચા વ્યાજ દરે રૂૂપિયા 1,50,000 આપ્યા હતા. ધંધામાં મંદી હોવાના કારણે જયભાઈ વ્યાજની પૂરેપૂરી રકમ સમયસર ચૂકવી શક્યા ન હતા અને માત્ર રૂૂપિયા 5,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી શક્યા હતા. વ્યાજ ચૂકવવામાં વિલંબ થતાં જ આરોપી સ્મીતભાઈએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂૂ કર્યું હતું અને યુવકને સતત ફોન કરીને ધમકાવવાનું તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂૂ કર્યું હતું.

વ્યાજની રકમ ન મળતા આરોપી સ્મીતભાઈએ જયભાઈને પોતાની ઓફિસે બોલાવ્યો હતો, જ્યાં કોઈ પણ જાતની દયા રાખ્યા વિના તેને બે-ત્રણ ફડાકા મારી ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો હતો. આરોપીએ જયભાઈનું રૂૂપિયા 20,000ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ પરાણે પડાવી લીધું હતું. ત્યારબાદ પણ વ્યાજ અને પેનલ્ટી પેટે કુલ રૂૂપિયા 2,60,000ની માંગણી ચાલુ રાખીને, જાનથી મારી નાખવાની ધમકી આપી જયભાઈનું બીજું રૂૂપિયા 15,000ની કિંમતનું મોપેડ વાહન પણ તેના મિત્ર વનરાજભાઈ મારફતે મંગાવી લીધું હતું. આટલેથી જ ન અટકતા આરોપીએ જયભાઈના ભાઈ દિવ્યેશના આઈસીઆઈસીઆઈ બેંકના બે સહી વાળા કોરા ચેક પણ બળજબરીથી પડાવી લીધા હતા અને ધમકી આપી હતી કે જો વધુ નાણાં નહીં મળે તો આ ચેક ચાર ગણી રકમના ભરી કોર્ટ કેસમાં ફસાવી દેશે.

જયભાઈ વ્યાજખોરના ત્રાસથી બચવા અમરેલી જિલ્લાના માણેકવાડા ગામે કામ અર્થે ગયા હોવા છતાં આરોપીનો ત્રાસ બંધ થયો ન હતો. આરોપીએ જયભાઈના ઘરનો ફોટો પાડીને વોટ્સએપ પર મોકલ્યો હતો અને કહેલ કે “મેં તારું ઘર ગોતી લીધું છે અને મારા પૈસા આપવા જ પડશે નહિતર તારા આખા પરિવારને પતાવી દઈશ”. એટલું જ નહીં, આરોપી કાર લઈને જયભાઈના ઘરે પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *