જામનગરના ખનીજ માફિયાઓ ઉપર રેન્જની ટીમનો પ્રહાર, રૂપારેલ નદીમાં 1 કરોડનો મુદ્દામાલ કબજે

રાજકોટ રેન્જ આઈજીએ ચાર જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વોની કમર તોડી નાખી છે. ત્યારે જામનગર જિલ્લાના ખીમરાણા ગામની સીમમાંથી વહેતી રુપારેલ નદીમાં ગેરકાયદેસર રેતી…

રાજકોટ રેન્જ આઈજીએ ચાર જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વોની કમર તોડી નાખી છે. ત્યારે જામનગર જિલ્લાના ખીમરાણા ગામની સીમમાંથી વહેતી રુપારેલ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફિયા ઉપર રેન્જ આઈજીની ટીમ ત્રાટકી હતી અને 2 જેસીબી અને 6 ટ્રેક્ટર-ટ્રોલી મળી એક કરોડ બે લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સરકારી તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ રેન્જની ટીમને બાતમી મળી કે,ખીમરાણા ગામની સીમમાં રુપારેલ નદીમાંથી મોટા પાયે રેતીની ચોરી થઈ રહી છે. બાતમીના આધારે પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા સહીતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન ખીમરાણાનો કસુરદાર દયાળજીભાઈ માંડવિયા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

પોલીસે સ્થળ પરથી જેસીબી નંબર GJ-03-AT-9214ના ડ્રાઇવર શાંતીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા, જેસીબી નંબર GJ-12-AN-9521ના ડ્રાઇવર આકાશ દયાળજીભાઇ માંડવીયા,ટ્રેક્ટર નંબરGJ-10-K-1981ના ડ્રાઇવર કાન્તીયા ધના કિરાડ, ટ્રેક્ટર નંબર GJ-10-AM-1995ના ડ્રાઇવર સેવલા કીરાડ , તેમજ નંબર વિના ના ટ્રેક્ટરના ડ્રાઇવર અજય જુથસિહ કિકરીયા, ટ્રેક્ટર નંબર GJ-10-Y-2205ના ડ્રાઇવર દયાળજીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા, ટ્રેક્ટર નંબર GJ-10-AM-1599 ડ્રાઇવર ટાવેડીયા ધનાભાઇ રાઠવા , ટ્રેક્ટર નંબર GJ-09-AD-0552ના ડ્રાઇવર ગીયાનભાઇ ધનાભાઇ કેરાળની ધરપકડ કરી, તમામ વાહનો સહિત કુલ રૂૂ. 1,02,00,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી અને દંડની પ્રક્રિયા હાથ ધરવા માટે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી તમામ મુદ્દામાલ અને આરોપીઓ તેમને સોંપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *