આજે તારીખ 16 એપ્રિલ 2025 ના રોજ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સાહેબ ની સૂચના અનુસાર, ધોરાજી પ્રાંત અધિકારી એન.એમ.તરખાલાના માર્ગદર્શન તળે, મામલતદાર ઉપલેટા એન.એચ.મહેતા દ્વારા, ઉપલેટા શહેરમાં આવેલ બસ સ્ટેશન ના વર્કશોપ પર આગ લાગવા બાબતે મોકડ્રીલ કરવામાં આવી હતી.
ઉપલેટા બસસ્ટેશન ના વર્કશોપ માં બપોરે 4-07 કલાકે આગ લાગેલ.બસ સ્ટેશન ખાતે ઉપલબ્ધ રશયિ યડ્ઢશિંક્ષલીશતવયિ ની મદદ થી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરેલ તથા સાથો સાથ ઉપલેટા બસ સ્ટેશન ના વર્કશોપ માં આગ લાગેલ હોવાની જાણ ડેપો મેનેજર ઉપલેટા દ્વારા ઉપલેટા તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલરૂૂમ ખાતે ટેલીફોનિક જાણ કરતા, તેની કંટ્રોલ રૂૂમના રજીસ્ટરમાં નોંધ કરી, ફાયર ફાઈટર નગરપાલિકા, એમ્બ્યુલન્સ માટે તાલુકા હેલ્થ ઓફિસર તથા સરકારી હોસ્પિટલ, કાયદો અને વ્યવસ્થા માટે ઉપલેટા પોલીસ સ્ટેશન તથા લગત અધિકારીઓને તુરંત ઘટના સ્થળે પહોંચવા ટેલીફોનિક જાણ કરી. મામલતદાર ઉપલેટા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફ એ ત્વરિત આગ કાબુમા લીધી હતી. આશરે 07 મિનિટમાં ક્વીક રિસ્પોન્સ મળતા આગ ઉપર કાબુ મેળવેલ હતો. ત્યારબાદ સદરહું ઘટના મોકડ્રીલ હોવાનું મામલતદાર ઉપલેટા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
—-
