ઉપલેટામાં ખનીજ ચોરી કરતા બે વાહનો ઝડપી લેતા મામલતદાર

  આજરોજ વહેલી સવારે 3 વાગ્યે બાતમી આધારે ઉપલેટા તાલુકાના હાડફોડી-નાગલખડા રોડ ઉપર એક ટ્રેકટર નં.GJ-11-M-1671 પરવાનગી વગર ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતું હોવાનું…

 

આજરોજ વહેલી સવારે 3 વાગ્યે બાતમી આધારે ઉપલેટા તાલુકાના હાડફોડી-નાગલખડા રોડ ઉપર એક ટ્રેકટર નં.GJ-11-M-1671 પરવાનગી વગર ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતું હોવાનું માલુમ પડતાં સદરહુ ટ્રેકટરને પકડવામાં આવેલ તેમજ ટ્રેકટરમાં રહેલ અંદાજિત 3 મે. ટન સાદી રેતી જેની અંદાજિત કિંમત રૂૂપિયા 15,000/- તથા ટ્રેકટરની અંદાજીત કિંમત રૂૂપિયા 3 લાખ મળી કુલ રૂૂપિયા 3,15,000/- નો મુદ્દા માલ સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ તેમજ ઉ5લેટા-પાટણવાવ રોડ ઉપર એક ટ્રક નં.ૠઉં-10-ઠ-5294 રોયલ્ટી વગર ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતો હોવાનું માલુમ પડતાં સદરહુ ટ્રકને પકડવામાં આવેલ તેમજ ટ્રકમાં રહેલ અંદાજિત 13 મે. ટન સાદી રેતી જેની અંદાજિત કિંમત રૂૂપિયા 65,000/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂૂપિયા 8 લાખ મળી કુલ રૂૂપિયા 8,65,000/- નો મુદ્દા માલ સીઝ કરી પાટણવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *