ત્રણ કલાક રૂમમાં ગોંધી રાખી, પોલીસે ફરિયાદ ન લઇ ગેરવર્તન કર્યાનો આરોપ
વડોદરામાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. 8 જાન્યુઆરીને ગુરૂૂવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના બે શખ્સોએ રૂૂમમાં લઈ જઈ ત્રણ કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના માતાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતના માતાની ફરિયાદના આધારે બન્ને આરોપીને દબોચી લીધા છે.
મોડીરાતે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટાલ દોડી ગયાં હતાં. પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજો અને સમાજના આગેવાને જણાવ્યું કે, ફરિયાદ નોંધાવવા ગયેલા પરિજનોને પોલીસે તગેડી મૂક્યાં હતાં. જે બાદ સમાજનો અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચતાં પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ મોડીરાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં.
ન્યાયની માગ સાથે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને 2 છોકરાએ બોલાવી હતી અને ઘરમાં લઈ જઇને બે-ત્રણ કલાક તેની સાથે રેપ કર્યો હતો. હું લારી ચલાવી રહ્યો હતો. મારી પર ફોન આવ્યો ત્યારે હું ઘરે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં નહોતી આવતી. મારી પત્ની સીધીસાદી છે, એટલે તેને કોઈ સાંભળતું નહોતું. જ્યારે હું અને બીજા ચાર-પાંચ માણસો અને ઘરના લોકો આવ્યા હતા, ત્યારે જઈને મારી ફરિયાદ લેવામાં આવી હતી. સામાજિક કાર્યકર શકીલ ખાને જણાવ્યું હતું કે, પીડિત સગીરા મૂળ ઉત્તર પ્રદેશની છે અને અહીં તેમના સગા-સંબંધીઓને મળવા આવ્યા હતા. છોકરીની ઉંમર 15 વર્ષ છે, તે બપોરે દુકાને કંઈક વસ્તુ લેવા ગઈ ત્યારે દુકાનની બાજુમાં 3-4 છોકરાઓ બેઠા હતા.
તેમણે છોકરીને બોલાવી અને કહ્યું કે, તારા સગા તને બોલાવે છે, એમ કહી તેને ઘરમાં લઈ ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ તે છોકરાઓએ વારાફરતી સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો. લગભગ 4 કલાક સુધી તેને રૂૂમમાં પુરી રાખી હતી. પડોશીને કોઈક રીતે જાણ થતાં તેણે બૂમ પાડી હતી અને આ છોકરાઓ ત્યાંથી ભાગી ગયા.
