ઇરાનમાં બાકી રહેલા 4000 ભારતીયોને સ્વદેશ લાવવા વિદેશ મંત્રાલયના ઉજાગરા

મોડી રાત સુધી વિદેશ મંત્રાલયે બૌધ્ધિક વ્યાયમ કર્યા બાદ ઓપરેશન શરૂ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના સંજોગો આગળ વધતા અને બીજી તરફ અખાતી દેશોમાં વ્યાપક…

મોડી રાત સુધી વિદેશ મંત્રાલયે બૌધ્ધિક વ્યાયમ કર્યા બાદ ઓપરેશન શરૂ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના સંજોગો આગળ વધતા અને બીજી તરફ અખાતી દેશોમાં વ્યાપક રીતે આંતરિક યુદ્ધના વાદળો ઘેરાતા જે પરિસ્થિતિ એક જમાનામાં ગાઝાપટ્ટીમાં હતી તે જ સ્થિતિ તરફ ઈરાન હવે ધકેલાઈ રહ્યું છે. અમેરિકાએ અબડાહમલીંકન નામના યુદ્ધ જહાજને સમુદ્રમાં તરતુ મુકી ઈરાન અભિમુખ કરતા પરિસ્થિતિ વધુ તંગ બની છે. આથી અમેરિકા સહિતના વિવિધ દેશોએ ઈરાનમાં રહેલા પોતાના નાગરિકોને સ્વવતન પરત આવવા માટે વૈશ્ર્વિક નોટીસો જારી કરી છે.

જેના ભાગસ્વરૂપે ભારત સરકારે ઈરાનમાં રહેલા ભારતીયોને પરત લાવવાની દિવસ-રાત ઝુંબેશ ચાલુ કરેલી છે. ગઈકાલે નાગરિક ઉડ્યન મંત્રાલય તથા વિદેશ મંત્રાલયની મોડી રાત્રે યોજાયેલી સંયુક્ત બેઠકમાં આ અંગેની યોજનાનો દુનિયાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે ભારત સરકાર ઈરાનથી પહેલી ખેપ ભારતીયોને લાવવા માટે રવાના કરી દીધા છે. ઈરાનમાં કુલ 10 હજાર ભારતીયોનો આજ સુધી વસવાટ હતો જેમાં ઈરાની સ્ત્રિીઓએ લોક ક્રાંતિની શરૂઆત કર્યા પછી ફાટી નિકળેલા શેરીયુદ્ધને કારણે ત્યાંથી કુલ 6 હજાર ભારતીયો નાશી છુટીને દુનિયાના વિવિધ દેશોમાં અને ભારત પરત આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, 19મી સદીના અંત અને 20મી સદીની શરૂૂઆતમાં, ભારતમાં ઘણા શ્રીમંત પારસીઓએ બોમ્બે અને ગુજરાતથી ઈરાનનો પ્રવાસ શરૂૂ કર્યો, જેથી તે સમયે ઈરાનમાં સ્થિર રહેલા ઝોરોસ્ટ્રિયન સમુદાયમાં ઝોરોસ્ટ્રિયન શ્રદ્ધા અને પરંપરાઓને પુનજીર્વિત કરી શકાય, જેમાં નાગરિક અધિકાર કાર્યકર્તા માણેકજી લિમજી હટેરિયા 1 સુરતના 2 જેવા અગ્રણી વ્યક્તિઓએ સ્થાનિક ખ્યાતિ મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *