જૂનાગઢમાં ગિરનારની પવિત્ર ગોદમાં દર વર્ષે આયોજિત થતા મહાશિવરાત્રી મેળા 2026 દરમિયાન સરકારી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિવિધ ઇવેન્ટ્સ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ કરોડો રૂૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હોવાનો અને કલાકારોની લાખોની ખેરાત કરાયાનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ થયો છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત પરસાણા દ્વારા માહિતી અધિકાર (છઝઈં) હેઠળ માંગવામાં આવેલી સત્તાવાર માહિતી અને દફતરી દસ્તાવેજોમાં આ સમગ્ર કૌભાંડની વિગતો સામે આવી છે. સરકારી ચોપડે નોંધાયેલા કાગળો પરથી સ્પષ્ટ થાય છે કે, પ્રજાને પાયાની સગવડો આપવાના બદલે સેલિબ્રિટી કલાકારો, ઇવેન્ટ એજન્સીઓ અને મોટા આયોજનો પાછળ જનતાના પૈસા વાપરવામાં આવ્યા છે. ખાસ કરીને બિહારના ધારાસભ્ય અને પ્રખ્યાત ગાયિકા મૈથીલી ઠાકુરના કાર્યક્રમ તેમજ તેમની ટીમ પાછળ જ લાખો રૂૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. આ સાથે જ તંત્રના અલગ-અલગ વિભાગો દ્વારા કરોડો રૂૂપિયાના બિલ ઉતાવળે પાસ કરીને તેના સંતોષકારક કામગીરીના પ્રમાણપત્રો પણ આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરને સંબોધીને માહિતી અધિકાર તથા દફતરી દસ્તાવેજીકરણ અંતર્ગત મહાશિવરાત્રી મેળો 2026ના સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગેનો સત્તાવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજી પુરાવાઓમાં ગ્રાન્ટ ફાળવણી હુકમ, કલાકારો તથા વિવિધ એજન્સીઓના ચૂકવણાં પત્રક, બિલ-વાઉચર્સ અને આપવામાં આવેલા વર્ક ઓર્ડરની પ્રમાણિત નકલોનો સમાવેશ થાય છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા. 07/04/2025ના સરકારી ઠરાવ અન્વયે વર્ષ 2025-26 ની ₹120.78 કરોડની નવી બાબતો પૈકી મેળાઓ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ₹125.00 લાખની બજેટ જોગવાઈ રાખવામાં આવી હતી. ત્યારબાદ તા. 13/02/2026ના સુધારેલા અંદાજપત્રમાં આ યોજના માટે 2 કરોડની નવી મંજૂરી મેળવવામાં આવી હતી. ઇ-સરકાર ફાઇલ પર તા. 17/03/2026ના રોજ મળેલ નાણાકીય મંજૂરી મુજબ તા. 11/02/2026થી તા. 14/02/2026 દરમિયાન ભવનાથ, જૂનાગઢ ખાતે યોજાયેલ મહાશિવરાત્રી મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કુલ ₹1,04,79,394/- ની આસપાસની રકમ મંજૂર કરવામાં આવી હતી. આ ગ્રાન્ટ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢના હવાલે ફાળવી ક્ધટીજન્સી બિલથી ચૂકવવાની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
માહિતી અધિકાર હેઠળ સામે આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે સાંસ્કૃતિક વિભાગ દ્વારા સેલિબ્રિટી કલાકારો અને ઇવેન્ટ એજન્સીઓ પર નાણાંનો ભારે વરસાદ કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજનમાં અમદાવાદની ’દિવા ઇવેન્ટ્સ’ ને સૌથી મોટો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેનું ૠજઝ સહિતનું કુલ ટેક્સ ઇનવોઇસ રૂૂ. 89,79,394.08 નું રજૂ થયું હતું.
11 ફેબ્રુઆરીએ મૈથિલી ઠાકુરને લાઈવ ઈન કોન્સર્ટ ફી પેટે રૂૂ. 24,00,000/- ચૂકવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની પટણાથી અમદાવાદની વિમાની મુસાફરીના રૂૂ. 1,92,377/-, અમદાવાદથી જૂનાગઢના કાર ભાડાના રૂૂ. 19,404/- તથા લોજિંગ અને બોર્ડિંગનો ખર્ચ અલગથી ચૂકવાયો હતો.
મેળા માટે ખાસ તૈયાર કરવામાં આવેલા શિવરાત્રીના ગીત અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રોડક્શન માટે કલાકાર પિયુદાન ગઢવીને રૂૂ. 5,00,000/- નું ચૂકવણું કરવામાં આવ્યું હતું.
ગીતાબેન રબારી (14 ફેબ્રુઆરી 2026)ને લોકડાયરાના કાર્યક્રમ માટે રૂૂ. 12,50,000/- ની ફી અને રોકાણ-જમણવારના રૂૂ. 25,255/- ચૂકવાયા હતા.
પાર્થ ઓઝા (13 ફેબ્રુઆરી 2026)ને લાઈવ કોન્સર્ટ ફી પેટે રૂૂ. 12,00,000/-, ટ્રાન્સપોર્ટેશન કાર ભાડાના રૂૂ. 40,000/- અને રહેઠાણ-જમણવારના રૂૂ. 19,000/- આપવામાં આવ્યા હતા.
અઘોરી મ્યુઝિક બેન્ડ (12 ફેબ્રુઆરી 2026) પેટે લાઈવ કોન્સર્ટ ફી ના રૂૂ. 10,00,000/- અને લોજિંગ-બોર્ડિંગના રૂૂ. 14,120/- મંજૂર કરાયા હતા. રાજભા ગઢવી (11 ફેબ્રુઆરી 2026): લોકડાયરાના કાર્યક્રમ માટે રૂૂ. 4,00,000/- ની ચુકવણી કરવામાં આવી હતી.
ડાન્સ ગ્રુપ પરફોર્મન્સ: દરરોજ 4 ગ્રુપ (80 કલાકારો) લેખે 4 દિવસના ડાન્સ પરફોર્મન્સ માટે પ્રતિ દિવસ રૂૂ. 2,52,000/- લેખે કુલ રૂૂ. 10,08,000/- નું ચૂકવણું કરવામાં આવ્યું હતું. ૠયખ પોર્ટલ ચુકવણાંમાં મંત્ર એન્ટરપ્રાઇઝને ઇવેન્ટ સેવાઓ માટે રૂૂ. 99,500/- અને એન્વિઝન વેન્ચર્સને રૂૂ. 99,500/- ના બિલ પાસ કરવામાં આવ્યા હતા.
એક તરફ બહારથી બોલાવાયેલા સેલિબ્રિટી કલાકારોને લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા, તો બીજી તરફ જૂનાગઢના સ્થાનિક કલાકારો તથા સાંસ્કૃતિક સંસ્થાઓને સાવ નજીવી રકમ આપીને પતાવી દેવામાં આવ્યા હોવાનો વિપક્ષ નેતા લલિત પરસાણા દ્વારા આક્ષેપ કરાયો છે.
મુખ્ય સ્થાનિક કલાકારો: સાગર કાચાને રૂૂ. 1,00,000/-, દિવ્યેશ જેઠવાને રૂૂ. 1,00,000/-, મયુર દવેને રૂૂ. 1,00,000/-, જિતેન્દ્ર દાદુભાઇ મિસણ (જિતુભાઇ દાદ) ને રૂૂ. 50,000/-, અંબાદાન ગઢવીને રૂૂ. 50,000/-, શિવરાજ વાળાને રૂૂ. 50,000/-, અને દિપકભાઇ જોષીને રૂૂ. 50,000/- ચૂકવવામાં આવ્યા હતા.
સ્થાનિક ગ્રુપો અને મંડળોમાં જય ભોલેનાથ સાંસ્કૃતિક ગ્રુપ (રૂૂ. 11,000/-), કમલેશદાન ગઢવી ગ્રુપ (રૂૂ. 11,000/-), જગદીશ મહેર ગ્રુપ (રૂૂ. 11,000/-), સપ્તસ્વર (રૂૂ. 11,000/-), સંસ્કૃતિ કલા સંસ્થા (રૂૂ. 11,000/-), તરલાબેન સોમાણી ગ્રુપ (રૂૂ. 11,000/-) અને સપ્તક સંગીત વિદ્યાલયને રૂૂ. 21,000/- નું ચૂકવણું કરાયું હતું.એનાઉન્સર્સ અને નાના કલાકારો: સ્ટેજ સંચાલન કરનાર મનોજ ઓડેદરાને રૂૂ. 5,000/-, રાજેશ ભટ્ટને રૂૂ. 10,000/-, રમેશ જોષીને રૂૂ. 10,000/- તથા નિરાલી લાઠીગરાને રૂૂ. 10,000/- ચૂકવાયા હતા.
વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ સમગ્ર મામલે તંત્ર અને સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે ગિરનારની પવિત્ર ગોદમાં ભક્તિભાવ સાથે શિવરાત્રીનો મેળો યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા ઇવેન્ટના ભાગરૂૂપે આ સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી ઠરાવોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, અંશતરો, ઉતારા મંડળો અને મેળામાં આવતા લાખો યાત્રિકોને પૂરતી સુવિધાઓ મળે. તેમને ફ્રીમાં મંડપ સર્વિસ, કરિયાણું અને અન્ય જરૂૂરી સામગ્રી પૂરી પાડવામાં આવે, પરંતુ વાસ્તવિકતામાં મેળામાં એવું કંઈ જ આયોજન કરવામાં આવ્યું ન હતું. જ્યારે આ તમામ કાર્યક્રમો અને ખર્ચ અંગે માહિતી અધિકાર હેઠળ વિગતો માંગવામાં આવી ત્યારે ગાંધીનગરથી મળેલા સરકારી દસ્તાવેજોમાં મોટા અને ચોંકાવનારા ગોટાળા સામે આવ્યા છે.
