સૌરાષ્ટ્ર જનતા-એકસપ્રેસ-હાપા દુરન્તો સહિતની ટ્રેનો રદ; અનેક રિશેડયુલ કરાઈ

અમદાવાદ-વીરમગામ રેલ સેક્શનમાં પાણી ભરાવાને કારણે તેમજ બિલીમોરા-વઘઈ નેરોગેજ રેલ સેક્શનમાં ટ્રેક ધોવાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સંચાલનમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યા…

અમદાવાદ-વીરમગામ રેલ સેક્શનમાં પાણી ભરાવાને કારણે તેમજ બિલીમોરા-વઘઈ નેરોગેજ રેલ સેક્શનમાં ટ્રેક ધોવાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સંચાલનમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યા છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનોમાં 1) ટ્રેન નંબર 12268 હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. 2) ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ, તારીખ 26 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. 3) ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ પેસેન્જર, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. 4) ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા પેસેન્જર, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

આ ઉપરાંત અમુક ટ્રેનો રીશેડયુલ કરાઈ છે. જેમાં 1) ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 05:25 વાગ્યાના સ્થાને સવારે 07:30 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને તેના મૂળ માર્ગ પરથી જ દોડશે. 2) ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ તેના નિર્ધારિત સમયના સ્થાને સાંજે 19:10 વાગ્યે ઉપડશે. આ ફેરફાર તેની પેરીંગ રેક 8 કલાકથી વધુ મોડી આવવાને કારણે કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ વડોદરાથી રાજકોટ વચ્ચે અંશત: રદ રહેશે. આ ટ્રેન રાજકોટથી જામનગર માટે શોર્ટ ઓરિજિનેટ થઈને ઉપડશે.
ટ્રેન નંબર 19218 વેરાવળબાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતા (શોર્ટએજ) ને કારણે પૂર્ણપણે રદ્દ રહેશે.

ટ્રેન નંબર 19015 દાદરપોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતાને કારણે પૂર્ણપણે રદ્દ રહેશે. ટ્રેન નંબર 19120 વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતાને કારણે પૂર્ણપણે રદ્દ રહેશે. ટ્રેન નંબર 16338 એર્નાકુલમઓખા એક્સપ્રેસ, જેણે 22 જુલાઈ 2026 ના રોજ પોતાની મુસાફરી શરૂૂ કરી હતી, તે 25 જુલાઈ 2026 ના રોજ અમદાવાદ સ્ટેશન પર આંશિક રીતે સમાપ્ત થશે અને આ ટ્રેન અમદાવાદઓખા વચ્ચે રદ્દ રહેશે. ટ્રેન નંબર 16337 ઓખાએર્નાકુલમ એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ ઓખાથી ઉપડવાની હતી, તે હવે અમદાવાદથી પોતાના નિર્ધારિત સમયે શરૂૂ થશે તથા આ ટ્રેન ઓખાઅમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.

ટ્રેન નંબર 22960 જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રાજકોટ સ્ટેશન પર આંશિક રીતે સમાપ્ત થશે. ટ્રેન નંબર 22958 વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, જેણે 24 જુલાઈ 2026 ના રોજ ઉપાડવાની, તે વિરમગામ મહેસાણા કલોલ ગાંધીનગર કેપિટલ માર્ગ પર ડાયવર્ટ કરેલ છે.

ટ્રેન નંબર 26901 સાબરમતીવેરાવળ વંદે ભારત એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ ઉપડવાની હતી, તે હવે સવારે 05:25 વાગ્યાના બદલે 07:30 વાગ્યે ઉપડશે તથા સાબરમતીમહેસાણાવિરમગામ માર્ગ પર ચલાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *