આપ નેતાએ ઝડપેલા ટેન્કરમાંથી દૂધ નકલી નીકળ્યું

મધ્યરાત્રે બે વાગ્યે વડિયામાં નકલી દૂધની ગંગા યુવરાજસિંહે અંતે વહેડાવી: આટલો મોટો નકલી દૂધનો કારોબાર છતાં અમરેલી જિલ્લાનું તંત્ર અજાણ હોવાની વાત કોઈ ને ગળે…

મધ્યરાત્રે બે વાગ્યે વડિયામાં નકલી દૂધની ગંગા યુવરાજસિંહે અંતે વહેડાવી: આટલો મોટો નકલી દૂધનો કારોબાર છતાં અમરેલી જિલ્લાનું તંત્ર અજાણ હોવાની વાત કોઈ ને ગળે ઉતારતી નથી !

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના છેવાડાના ગામ હનુમાન ખીજડીયામાં મોટાપાયા પર નકલી દૂધનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ દૂધના ટેન્કરની રેકી કરી તમામ પુરાવા સાથેની વિગતો જાણીને અંતે દૂધનું ટેન્કર હનુમાન ખીજડીયાથી નીકળી અમરેલી રોડ પર જતા પાછળથી ૠઙજ તસ્વીર લેતા હોવાની જાણ થતાની સાથે ટેન્કર રોકી યુવરાજસિંહ સાથે બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ હુમલાઓની ઘટના બની હતી.

સમગ્ર ઘટના બાદ યુવરાજસિંહ દ્વારા વડિયા આવી 112ની મદદથી તે ટેન્કર વડિયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યુ હતુ અને યુવરાજસિંહ જાડેજા દ્વારા તે ટેન્કર માં શંકાસ્પદ નકલી દૂધ હોવાનુ જણાવતા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ને જાણ કરતા તેમના દ્વારા રાત્રે નવ વાગ્યાં આસપાસ તેની ચકાસણી માટે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી અને એ સેમ્પલ અમરેલી ખાતે લઇ જઈ તેની પ્રાથમિક ચકાસણી હાથ ધરાતા તે ટેન્કરમાં રહેલું દૂધ ખાવા કે પીવાને લાયક ના હોવાનુ સાબિત થતા તે દૂધ નકલી હોવાનુ સામે આવ્યુ હતુ.

ત્યારે તે ટેન્કરના દૂધને ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર તેને રાત્રે વડિયા ગ્રામ પંચાયતની ડમ્પીંગ સાઈટ આસપાસ લઇ જઈ દસ હજાર આસપાસ લીટર દૂધને ટેન્કર માથી અવાવરું જગ્યામાં નીચે વહાવી દેવામાં આવ્યુ હતુ ત્યારે વડિયામાં જાણે નકલી દૂધની ગંગા વહેતી થઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો તે નકલી દૂધ વહેતુ હતુ ત્યારે તેના કેમિકલ વાળા ફીણ ના ઢગલા પણ જોવા મળ્યા હતા. ત્યારે લોકો માં અનેક પ્રશ્નો ઉભા થતા જોવા મળી રહ્યા છે કે યુવરાજ સિંહ એ એવું કહ્યું કે અમે ઘણા સમયથી આ ટેન્કર અને દૂધની સપ્લાયની રેકી કરતા હતા તો આટલો મોટો નકલી દૂધનો જથ્થો સપ્લાય થતો હતો તો શું અમરેલી જિલ્લાના તંત્રને ઘણા સમય થી ચાલતા આ નકલી દૂધના કાળા કારોબારની કોઈ ગંધ કે જાણકારી જ નહિ હોય ? ગાંધીનગર સુધી જાણ થઇ પણ અમરેલી માં ખબર જ ના પડી આ તે કેવું તંત્ર ??

બીજી બાજુ આ દૂધનો કારોબાર ઘણા સમયથી ચાલતો હોવાથી આ દૂધ જ્યાં સપ્લાય થતુ હતુ તે અરવલ્લી, મોડાસા ના વિસ્તારમાં ત્યાં પણ કોઈ તપાસ થતી નહિ હોય અને તે ડેરીઓ પણ આ કાળા કારોબાર માં સામેલ હોય શકે ? ત્યાંથી આ દૂધ લોકોના પેટ સુધી તે પહોંચતુ હશે તે આ ઘટના પરથી તપાસનો વિષય બની રહ્યો છે ત્યારે હવે આવનાર સમયમાં ગુજરાત સરકારનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અમરેલી જિલ્લા નુ તંત્ર શું પગલાંઓ લેશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આવો મોટાપાયા પર ચાલતો કાળો કારોબાર જે લોકોના જીવન બરબાદ કરતો હોય તેની પાછળ કાર્યવાહી થવી જરૂૂરી બને છે.સાથે આ સમગ્ર રેકેટ નો પર્દાફાસ્ટ કરનાર યુવરાજસિંહ જાડેજા ની કાર પર હુમલો કરનાર લોકો પર પણ કડક હાથે કાર્યવાહી કરી તેને કાયદાના પાઠ ભણાવવા જોઈએ અન્યથા આવા કાળા ધંધા કરતા લોકોને પોલીસ અને કાયદાનો કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિ સર્જાશે પછી આવી ઘટનાઓ વારંવાર જોવા મળે તો નવાઈ નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *